મા-કાર્ડથી આખા દેશની તમામ સરકારી હોસ્પિટલમાં સેવા લઇ શકાશે, મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ થઈ જશે એક

ગુજરાતીઓ ભારતભરમાં ફરતા હોવાને કારણે ગુજરાત સરકારે મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરીને એક જ કાર્ડમાં ગુજરાતના નાગરિકોને મા-કાર્ડ અને પ્રધાનમંત્રી આરોગ્ય સેવા કાર્ડનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મા-કાર્ડની પાછળ જ પ્રધાનમંત્રી કાર્ડની ઇમેજ અપગ્રેડ કરવાનું આયોજન હાથ ધરી દીધું છે.

રાજ્યના નાગરિકોને એક જ કાર્ડથી બંને યોજનાના લાભ મળશે

ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી નિતિન પટેલના નેતૃત્વમાં મુખ્યમંત્રી અમૃત્તમ(મા)-મુખ્યમંત્રી અમૃતમ વાતસલ્ય અને આયુષ્માન ભારત એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વાર્ષિક પાંચ લાખ સુધી સરકારી અને સંલગ્ન હોસ્પિટલમાં વિનામુલ્યે સારવારની યોજના અમલમાં છે.

વડાપ્રધાને કેન્દ્રમાં આ યોજના પ્રધાનમંત્રી આરોગ્ય સેવાના નામ હેઠળ અમલમાં મુકી. ગુજરાતના નાગરિકોને ગુજરાતમાં આરોગ્ય સેવા મેળવવી હોય તો મા-કાર્ડ અને ગુજરાત બહાર આરોગ્ય સેવાનો લાભ લેવો હોય તો પ્રધાનમંત્રી આરોગ્ય કાર્ડથી લાભ મેળવતા હતા. જેમાં લાભાર્થીને પણ બે-કાર્ડ સાથે રાખવાની મુશ્કેલી હતી. આથી ગુજરાત સરકારે બંને યોજનાને એક કરીને નાગરિકોને દેશમાં આરોગ્ય સેવા મેળવવા માટે એક જ કાર્ડ સાથે રાખવું પડે તેવું આયોજન હાથ ધર્યું છે.

લાભાર્થીઓનું મા કાર્ડ અપગ્રેડ થશે

હાલમાં મા-કાર્ડની યોજનામાં જે કાર્ડ અપાઇ છે,તેની પાછળ જ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ હશે. મા-કાર્ડ ધરાવનાર લાભાર્થીનું કાર્ડ અપગ્રેડ થઇ જશે અને આ જ કાર્ડમાં પ્રધાનમંત્રી અને મા-કાર્ડ બંને આરોગ્ય સેવાનો લાભ મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો