મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી પુરી થયા બાદ ‘PMJAY-MA’ કાર્ડ લેવું પડશે, હવે પરિવારદીઠ નહીં પણ વ્યક્તિ દીઠ કાર્ડ મળશે.

ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અમલમાં રહેલી મુખ્યમંત્રી મા- અમૃતમ, મા-વાત્સલ્ય અને ભારત સરકારી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુરુવારે કરેલા પરિપત્ર પ્રમાણે હવે આ ત્રણેય યોજનાઓ હવે ‘PMJAY-MA’ તરીકે ઓળખાશે. મા કાર્ડ સહિત હવે કેન્દ્ર-રાજ્યની આરોગ્ય યોજનાઓનો એક જ કાર્ડમાં લાભ મળશે, વેલિડિટી પુરી થાય ત્યારે ‘PMJAY-MA’ કાર્ડ લેવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

એકીકરણથી લાભાર્થી પરિવારોને કોઈ અસર નહીં થાય
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ ભરત ડામોરની સહીથી પ્રસિદ્ધ પરિપત્રમાં કહેવાયું છે કે, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જાન્યુઆરી 2021માં આ સંદર્ભે ફાઈલ મોકલી હતી. જેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મે- 2021માં મંજૂરી આપી છે. આ ત્રણેય આરોગ્ય લક્ષી યોજનાના એકીકરણથી આશરે 70 લાખ જેટલા લાભાર્થી પરિવારોને કોઈ અસર થશે નહીં.

હવે વ્યક્તિદિઠ ‘PMJAY-મા’ કાર્ડ મળશે.
ભારત સરકારના આયુષ્માન ભારત યોજનાનાં અમલ પહેલાથી જ ગુજરાતમાં મા-કાર્ડ હેઠળના લાભાર્થી પરિવારોને પહેલાં વાર્ષિક રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં અને બાદમાં પાંચ લાખની મર્યાદામાં નિશુલ્ક આરોગ્ય સારવાર મળે છે. જે PMJAY-મા’ કાર્ડમાં પણ યથાવત રહેશે. ત્રણેય યોજનાના સરકાર ફંડીગ સિવાય તેના તમામ લાભો, તેની સાથે જોડાયેલા દવાખાનાઓ, યોજનાઓનો અમલ કરતી સંસ્થાઓ, સોફ્ટવેર, ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર સહિતની બાબતો એક છે. જેમની પાસે મા- કાર્ડ છે તેવા પરિવારોમાં હવે પરિવારદીઠને બદલે વ્યક્તિદિઠ ‘PMJAY-મા’ કાર્ડ મળશે.

મા- કાર્ડની મુદ્દત પુરી થયા બાદ વધારાશે નહીં
વર્ષ 2018માં આયુષ્યમાન ભારતના અમલની સાથે જ મા- કાર્ડ યોજનાનું એકીકરણ નક્કી હતુ. જો કે, ગુજરાતમાં તે પહેલાથી જ અમલમાં હોવાથી લાભાર્થીઓમાં અસમંજસતા ન સર્જાય તે ઉદ્દેશ્યથી હવે નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ- 2021માં મા- કાર્ડની મુદ્દત પુરી થયા બાદ રાજ્ય સરકારે 31 જુલાઈ સુધી મુદ્દત લંબાવી હતી. જો કે, હવે તેની મુદ્દત વધારવામાં આવશે નહીં. બીજી તરફ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં નવું કાર્ડ કાઢી આપવાનું શરૂ કરવામા આવ્યું છે. જેમાં કાર્ડ દીઠ 20 રૂપિયાની ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો