લગ્નવાંચ્છુંક યુવકો સાવધાન રહો નહીં તો રાજકોટના યુવકની જેમ ભોગવવા તૈયાર રહો…લગ્ન કર્યા બાદ 12 જ કલાકમાં યુવકનાં ઘરમાં હાથફેંરો કરી લૂંટેરી દુલ્હન પલાયન

રાજકોટમાં લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાસિકની યુવતી સાથે લગ્ન કર્યા બાદ 12 જ કલાકમાં યુવક અને તેનાં ઘરમાં હાથફેંરો કરી લૂંટેરી દુલ્હન પલાયન થઈ ગઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. લૂંટેરી દુલ્હન ઘરમાંથી 80 હજાર રૂપિયા લઈને પલાયન થઈ ગઈ હતી. દીદી નામની દલાલને દલાલી આપીને લગ્નવાંચ્છુંક યુવાને લગ્ન તો કર્યા હતા પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ લૂંટેરી દુલ્હને કેવી રીતે પોતાના સકંજામાં ફસાવશે. સવારે સાત વાગ્યે આવેલી દુલ્હન પતિને ચકમો આપીને સાંજે સાત વાગ્યે રફુચક્કર થઈ ગઈ હતી. દુલ્હન ફરાર થઈ તેની પાંચ જ મિનિટમાં પતિએ ઠેર ઠેર શોધખોળ આદરી પરંતુ ગાયબ થઈ ગયેલી દુલ્હન મળી ન હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં કુવાડવા રોડ પર રહેતા અને રાજકોટ મહાનગરપાલિકાની ટીપર વાનમાં હેલ્પર તરીકે નોકરી કરતા ધનજી મકવાણા લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા છે. બે મહિના પહેલા તેનાં સબંધી સુરેશભાઇના કહેવાથી નાસિકની દીદી નામની દલાલ મારફતે 80 હજાર આપીને એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. નાસિકથી લગ્ન કરી રાજકોટ આવ્યા બાદ આ દુલ્હન 12 જ કલાકમાં ઘરમાં હાથફેંરો કરીને ફરાર થઇ ગઇ હતી.

લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલ યુવાન ધનજી મકવાણાએ કહ્યું હતું કે, 1 ડિસેમ્બરે તેનાં કાકા ચતુરભાઇ, સુરેશભાઇ અને તેનાં બનેવી રમેશ સાથે નાસિક ગયા હતા. જ્યાં દીદી નામની દલાલે 80 હજાર રૂપિયામાં એક યુવતી સાથે 2 ડિસેમ્બરનાં ફુલહાર કરાવીને લગ્ન કરાવ્યા હતા અને 5 હજાર રૂપિયાની દલાલી લીધી હતી. 3 તારીખે સવારે 7 વાગ્યે રાજકોટ પહોંચ્યા હતા.

રોહિદાસપરા તેનાં નિવાસ સ્થાને તેની માતાએ દુલ્હનને પોખી હતી અને ટ્રાવેલિંગનો થાક હોવાથી દુલ્હન ઘરમાં આરામ કરવાનું કહીને સુઇ ગઇ હતી. 4 વાગ્યે દુલ્હનને કપડાની ખરીદી કરવી હોવાથી 3500 રૂપિયાનાં ખર્ચે ગુંદાવાડીમાંથી કપડાની ખરીદી કર્યા બાદ સાજે 6 વાગ્યે ધુધરાનો સ્વાદ માણ્યો હતો. સાંજે 7 વાગ્યે કપડા બદલવાનાં બહાને ઘરનો રૂમ બંધ કરી પતિને બહાર મોકલી દીધો હતો અને પાછલા દરવાજેથી સોનાનાં બુંટીયા અને નવા કપડા સહિતનો સામાન લઇને ફરાર થઇ ગઇ હતી.

ધનજીભાઇએ પાંચ જ મિનિટ થઇ હોવાથી શેરીમાં દોટ મૂકી હતી, પરંતુ તે નજર નહીં આવતાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડીએ જઇ શોધખોળ કરી પરંતુ પત્ની હાથ આવી નહોતી. ધનજીભાઇની પત્નીને સવારે સાત વાગ્યે ઘરે લઇને આવ્યા હતા અને સાંજે સાત વાગ્યે વિશ્વાસઘાત કરી રફુચક્કર થઇ ગઈ હતી. જોકે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં નથી આવી.

લૂંટેરી દુલ્હન ઘરમાં હાથફેંરો કરી નાસિક પરત પહોંચી ગઇ હોવાની યુવકને જાણ થઇ હતી. જોકે બે મહિનાથી નાસિકની દીદી દલાલ અને તેનાં સબંધી સુરેશભાઇ રૂપિયા પરત અપાવવાની લાલચ આપીને મામલો પોલીસ સુધી પહોંચવા દીધો નથી. ત્યારે હવે કંટાળી ગયેલો આ યુવક લૂંટેરી દુલ્હન ગેંગ અને તેનાં સબંધીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી છે. હવે પોલીસ આ ભોગ બનનાર યુવકની ફરીયાદ નોંધી લૂંટેરી દુલ્હન ગેંગ સામે કેવા પગલા લે છે તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો