કોરોના સામે રક્ષણ આપે છે તે હેન્ડ સેનિટાઈઝર આ મહિલાએ 50 વર્ષ પહેલાં શોધ્યું હતું, દુનિયાભરના લોકો કહી રહ્યા છે થેંક્યુ

કિલર કોરોના વાયરસના કહેરની સામે દુનિયાભરના દેશ બેહાલ દેખાઇ રહ્યા છે. આ મહામારીથી બચાવના તમામ પ્રયાસો બાદ પણ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 3 લાખના આંકડાને પાર કરી ગયો છે. ભારત સહિત દુનિયાના 188 દેશ હવે આ મહામારીથી ઝઝૂમી રહ્યા છે અને 13000થી વધુ લોકોના મોત થઇ ગયા છે. કોરોના પ્રભાવિત દેશોના મામલામાં સુપરપાવર અમેરિકા ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. સામાન્ય હોય કે ખાસ કોરોના વાયરસ કોઇને છોડી રહ્યું નથી. ત્યારે સામાન્ય લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરતા થઇ ગયા છે.

આ દુનિયા લગભગ 50 વર્ષથી સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહી છે. પરંતુ કોરોના વાયરસના ફેલાયા બાદથી તેની માંગમાં ખુબ જ વધારો થયો છે. હવે તમામ વર્ગના લોકો જાણે છે કે, સેનેટાઇઝર ક્યાં કામમાં આવે છે. હાલમાં સેનેટાઇજરનો ઉપયોગ કરી લોકો આ ગંભીર બીમારી સામે લડી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર હેન્ડ સેનેટાઇઝર અને લિક્વિડ સોપની માંગમાં 400 ગણો વધારો થઇ ગયો છે. આવામાં દુનિયાના ઘણા એવા દેશ છે જ્યાં તેની ઉણપ થઇ ગઇ છે. પરંતુ શું તમે જાણો છો કે, હેન્ડ સેનેટાઇઝર બનાવવાનો આઇડિયા ક્યાંથી આવ્યો અને કોણે તેને બનાવ્યું?.

રિપોર્ટ મુજબ વર્ષ 1966માં કેલિફોર્નિયાના શહેર બેકર્સફીલ્ડમાં રહેવાવાળી સ્ટુડન્ડ નર્સ Lupe Hernandezએ વિચાર્યું કે સાબુ, વોશબેસિન અને પાણી વગર જો હાથને સહેલાથી સાફ કરી શકાય અને જીવાણું મુક્ત કરી શકાય તો આ એક આઇડિયાથી હેન્ડ સેનિટાઇઝરની શોધ થઈ. આ પાછળ તેમનો હેતું હતો કે પેશન્ટના ઘરે જતા ડોક્ટર પાસે ઘણીવાર હાથ ધોવા માટે વ્યવસ્થા નથી હોતી. ત્યારે તેમણે આલ્કોહોલને જેલની જેમ હાથ પર ઘસ્યું તો તે ઇવોપરેટ થઈ ગયું અને કિટાણુંઓ પર મરી ગયા. જે બાદ દુનિયાને હેન્ડ સેનિટાઇઝર મળ્યું.

આમનો હતો આઈડિયા

તમે પણ આભાર માની લો આ મહિલાનો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો