કોરોનાનો કાળો કહેર: લખનઉમાં 4 સગાભાઈ સહિત એકજ પરિવારના 8 સભ્યો મૃત્યુ પામ્યા

કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં પણ આવો એક પરિવાર છે. કોવિડ મહામારીએ આ પરિવારના 7 સભ્યનો ભોગ લીધો છે. જ્યારે પરિવારના એક વૃદ્ધનું આ દુખદ સ્થિતિને સહન નહીં કરી શકતાં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે.

સોમવારે એકસાથે પરિવારના 5 સભ્યના તેરમાની વિધિ કરવામાં આવી. આ પૈકી ચાર સગા ભાઈ હતા. પરિવારની ચાર મહિલાના સુહાગ એકસાથે ગુજરી ગયા છે. લખનઉ નજીક આવેલા ઈમલિયા પૂર્વા ગામમાં રહેતા ઓમકાર યાદવના પરિવાર પર કોરોનાની સૌથી મોટી ગોઝારી ઘટના સર્જાઈ છે. ઓમકાર કહે છે કે 22 એપ્રિલથી 15 મે સુધી તેમના પરિવારના 8 સભ્યોનાં મોત નીપજ્યાં છે. કોરોનાએ તેમના સમગ્ર પરિવારને ઉજ્જડ કરી નાખ્યો છે.

4 દિવસ સુધી સતત મોત નીપજ્યાં
ઓમકાર યાદવ કહે છે, 24 કલાકની અંદર તેમની દાદી રૂપરાણી, માતા કમલા દેવી, ભાઈ વિજય, વિનોદ, નિરંકાર અને સત્યપ્રકાશ ઉપરાંત બહેન શૈલકુમારી, મિથલેશ કુમારીનાં મોત નીપડ્યાં છે. 25થી 28 મે વચ્ચે દરરોજ પરિવારના એક સભ્યનું મોત થતું હતું. દાદી રૂપરાણીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

પરિવારના આ સભ્યોના જીવ ગયા

નામ ઉંમર મૃત્યુ તારીખ
મિથલેશ કુમાર 50 22 એપ્રિલ
નિરંકાર સિંહ યાદવ 40 25 એપ્રિલ
કમલા દેવી 80 26 એપ્રિલ
શૈલ કુમારી 47 27 એપ્રિલ
વિનોદ કુમાર 60 28 એપ્રિલ
વિજય કુમાર 62 01 એપ્રિલ
રુપરાણી 82 11 મે
સત્ય પ્રકાશ 35 15 મે

કોઈએ કાળજી ન લીધી, તપાસ પણ ન થઈ
ઓમકાર યાદવનું કહેવું છે કે જ્યારે મોટા ભાઈ કોરોના પોઝિટિવ આવ્યા ત્યારથી અને આઠ સભ્યોએ જીવ ગુમાવ્યો ત્યાં સુધી સરકારી વિભાગમાંથી કોઈ જ ન આવ્યું. કોઈ જ પ્રકારનો કોરોનાનો ટેસ્ટ ન થયો. અમે પરિવારના સભ્યોને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. ત્યાર બાદ પણ તેઓ બચી શક્યા નહીં. ગામના સરપંચ મેવારામનું કહેવું છે કે આ ભયાનક ઘટના વચ્ચે સરકાર તરફથી ન તો કોઈ સેનિટાઈઝેશનની વ્યવસ્થા થઈ અને ન તો કોરોના સંક્રમણની તપાસ કરવામાં આવી. ગામમાં 50 લોકો સંક્રમિત થયા હતા. SDM BKT (લખનઉ) વિકાસ સિંહનું કહેવું છે કે જાણકારી મળ્યા બાદ SDM અને તાલુકા ટીમ ઘટનાસ્થળે ગઈ હતી, સંબંધિત પરિવારમાં કોરોનાથી જે પણ મૃત્યુ થયાં અ અંગે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે, વહીવટી તંત્ર તરફથી જે પણ મદદ થઈ શકે એ કોવિડ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો