જૂનાગઢમાં ગરબા કરનારા LRD જવાનોને માસ્ક ન પહેરવાનો ફક્ત 300 રૂપિયા દંડ ફટકારાયો! સામાન્ય લોકો નિયમ તોડે તો 1,000 રૂપિયા દંડ ફટકારવામાં આવે છે

મહિનાની શરૂઆતમાં જૂનાગઢ લોકરક્ષક તાલિમ કેન્દ્ર ખાતે એલઆરડીના જવાનો ગરબે (Junagad LRD Jawan garba) ઘૂમી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ (Viral video) થયો હતો. આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) કે માસ્ક (Mask)ના કોઈ જ નિયમ પાળવામાં આવ્યા ન હતા. આ મામલે એલઆરડી જવાનોને નોટિસો પાઠવવામાં આવી હતી. આ ઉપરાંત જવાનોને 300-300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે ડીજીપી આશિષ ભાટિયા (Gujarat DGP Ashish Bhatia)એ કહ્યુ હતું કે, નિયમ તોડનારા પોલીસકર્મીઓને 300 રૂપિયાનો દંડ ફટકારાયો છે. હવે અહીં સવાલ એ છે કે સામાન્ય લોકો પાસેથી દંડ પેટે 1,000 રૂપિયા લેવામાં આવે છે તો પોલીસકર્મીઓને શા માટે ફક્ત 300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો?

કોરોના કાળમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં માસ્ક પહેર્યાં વગર બહાર નીકળા લોકોને પોલીસ પકડીને 1000 રૂપિયાનો દંડ ફટકારે છે. હવે જ્યારે પોલીસકર્મીઓએ જ નિયમોના ધજાગરા ઉડાવ્યા છે ત્યારે તેમને શા માટે ફક્ત 300 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો તેના પર ચર્ચા છેડાઈ છે. સરકારે પહેલાથી જ કહી રહી છે કે નિયમો બધા માટે સરખા છે તો પણ નેતાઓ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. તેમની સામે પગલાં લેવામાં આવતા હોય તેવું ધ્યાનમાં આવતું નથી. હવે જેમના શીરે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી છે તેઓ નિયમોનો ભંગ કરે છે અને તેમને સામાન્ય નાગરિક કરતા સાવ ઓછો દંડ શા માટે ફટકારવામાં આવ્યો છે તે પણ સવાલ છે.

શું હતો બનાવ?

આઠમી જાન્યુઆરીના રોજ જૂનાગઢ ખાતે એલઆરડી જવાનોનો દિક્ષાંત સમારંભ યોજાયો હતો. દિક્ષાંત સમારંભ પહેલા જવાનો તરફથી ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગના એકેય નિયમો પાળવામાં આવ્યા ન હતા. આ કેસ ધ્યાનમાં આવતા જ સરકારે તાબડતોબ તપાસના આદેશ ચોક્કસ આપી દીધા હતા. આ મામલે તપાસના આદેશ આપતા ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, આ પ્રકારના કોઈ જ પ્રવૃત્તિ સાંખી નહીં લેવામાં આવે. સાથે જ તેમણે ગરબાના કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી હાજર હતા કે નહીં તેની તપાસના આદેશ કર્યાં હતા.

આ મામલે એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (તાલિમ) ગાંધીનગર વિકાસ સહાયે જણાવ્યું હતું કે, “મને આ પ્રકારના વીડિયો મળ્યા છે. પ્રાથમિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ચાર દિવસમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે. જેમની પણ બેદરકારી હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ઘટના બનવી એ પોલીસ માટે શરમજનક છે. પોલીસે રાજ્યમાં કોરોના દરમિયાન ખૂબ સારી કામગીરી કરી છે ત્યારે આ પ્રકારનો બનાવ દુઃખદ છે.”

આ મામલે વાતચીત કરતા જૂનાગઢ તાલિમ સેન્ટરના ડીવાયએસપી, પી. વી વાણીયાએ જણાવ્યું હતું કે, “8મી જાન્યુઆરીના રોજ યોજાનારી પાસિંગ આઉટ પરેડ પહેલા ટ્રેનિંગ સેન્ટર ખાતે કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તાલિમાર્થીઓ માટે જ હતો. અમે તાલીમાર્થીઓને માસ્ક પહેરવાની સૂચના આપી હતી. તમામ લોકોનું દરરોજ ચેકિંગ કરવામાં આવે છે. ત્રણ મહિનાથી કોઈ પોઝિટિવ કેસ પણ નથી આવ્યો. તાલિમાર્થી સિવાય કોઈ હાજર ન હતું.”

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો