હળવદના LRD જવાને સર્વિસ રિવોલ્વરથી ભડાકો કરી જીવન ટૂંકાવ્યું, છ માસ પૂર્વે જ થયા હતા લગ્ન, મોતનું કારણ અકબંધ
હળવદના લોકરક્ષકદળના જવાને રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લેતા પંથકમાં ચકચારી મચી જવા પામી છે. હળવદના સાપકડા ગામના જવાન LRD અનિલ ડાભીએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે. હાલ ગુજરાતમાં પેટાચૂંટણીઓના ઈલેક્શનમાં LRD જવાનને રિવોલ્વર અપાઈ હતી.
આ રિવોલ્વરથી તેને પોતાની જિંદગી ટૂંકાવી છે. જવાનના આપઘાત અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ છે. હાલ LRD જવાનના મૃતદેહનો પોલીસે કબજામાં લઈને રાજકોટ ખાસે પીએમ અર્થે ખસેડ્યો છે. જો કે, જવાને આ કદમ કેમ ઉઠાવ્યું તે અંગે રહસ્ય બરાબરનું ઘૂંટાયું છે.
હળવદનાં સાપકડા ગામના LRD જવાન અનિલ દાનાભાઈ ડાભીએ ચૂંટણી ફરજ માટે આપવામાં આવેલી સરકારી રિવોલ્વરથી ગોળી ધરબીને આત્મહત્યા કરી લીધી છે. રાત્રીના આશરે 10 : 30 વાગ્યાની આસપાસ પોલીસકર્મી અનિલ ડાભી પોતાના હળવદના સાપકડાં ગામે ઘેર હતા. આ દરમિયાન અચાનક જ ફાયરિંગનો અવાજ આવતા પરિવારજનો દોડી ગયા હતા. જે બાદ અનિલ ડાભીને ગંભીર હાલતમાં હળવદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પહેલા જ મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ, મોરબી એસપી એસ.આર.ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો હળવદ દોડી ગયો હતો. મૃતદેહને હળવદ હોસ્પિટલ બાદ પીએમ માટે ફોરેન્સિક લેબ માટે રાજકોટ ખાતે ખસેડાયો હતો અને આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરી છે. જોકે, આ આત્મહત્યા કેમ કરી એ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનિલ ડાભીના છ માસ પૂર્વે જ લગ્ન થયા હતા. ત્યારે લોકરક્ષક પોલીસકર્મીએ મોતને વ્હાલું કરી લેતા નાના એવા સાપકડાં ગામ અને પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

