સુરતમાં બ્રેકઅપ બાદ પણ બ્લેકમેઇલ કરતા યુવકને શિક્ષિકાએ શીખવ્યો બરાબરનો પાઠ, પોલીસે કરી ધરપકડ

સુરત શહેરનાં (Surat) સરથાણા વિસ્તારમાં રહેતી શિક્ષિકાએ પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવા છતાં યુવકે પીછો કરી પરેશાન કરવા માટે હાથ પર બ્લેડ મારી ફોટા whatsapp કરી ઇમોશનલ બ્લેકમેઈલ (Emotional blackmail) કરતો હતો. યૂવાને જાહેર રસ્તા પર તમાસો કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શિક્ષિકાએ આ અંગે ફરિયાદ કરતાં પોલીસે ગુનો દાખલ કરીને પ્રેમી (lover) યુવકની ધરપકડ કરી હતી

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મૂળ અમરેલીના લીલીયાની વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં ખાતે રહેતી 22 વર્ષીય યુવતી બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. આ સાથે હાલમાં તે પર્વત પાટિયા ખાતે આવેલી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્રણ વર્ષ અગાઉ વતનમાં લગ્નમાં અમરેલી ગઈ હતી ત્યાં લગ્ન પ્રસંગમાં દુરના સંબંધીના પુત્ર અશોક રાઠોડ સાથે મુલાકાત થઈ હતી.

લગ્નમાં પરિચય બાદ બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે કરી હતી અને બંને વચ્ચે નિયમિત ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. અમરેલી આ યુવાન સુરતમાં વારંવાર માસીના ઘરે આવતો હતો ત્યારે આ પ્રેમિકાને મળતો હતો.

આ દરમિયાન પ્રેમિકાને આ યુવકના અન્ય યુવતી સાથેના પ્રેમસંબંધો વિશેની જાણકારી મળતા ડિસેમ્બર 2020માં પ્રેમ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધો હતો અને એના નંબરને પણ બ્લોક કરી નાખ્યો હતો. તે છતાં યુવક એનકેન પ્રકારે યુવતીને હેરાન-પરેશાન કરતો હતો. મંગળવારે બપોરના સમયે આ યુવતી સ્કૂલે જવા ઘરેથી નીકળી હતી. ત્યારે નજીકના પાનના ગલ્લા ઉપર આ યુવાન બાઈક લઈને ઉભો હતો અને તેણે આ યુવતીને લગ્ન કરવાની વાત કરીને હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતુ.

યુવતીએ તાત્કાલિક પોતાના પરિવારને બોલાવી લીધો હતો જેને લઇને પરિવારે ત્યાં પહોંચતા ફોન કરીને પોલીસને બોલાવી સરથાણા પોલીસ મથકમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો. યુવતીએ યુવક સાથેના તમામ સંબંધ તોડી નાખ્યા હોવા છતાં આ યુવાન હેરાન પરેશાન કરવા સાથે બ્લેકમેલ કરી પીછો કરતો હતો. જેને લઇને આ યુવતીએ આ પ્રેમી યુવકને પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે યુવકની ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો