વલસાડના એક ગામમાં અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડી ગયું, પકડાઈ જતા પરિવારજનોના હાથે બરોબરનો માર ખાવાનો વારો આવ્યો

વલસાડ જિલ્લાના (Valsad) એક ગામમાં અડધી રાત્રે પોતાની પ્રેમિકાને (Girl friend) મોબાઈલ ચાર્જર (mobile charger) આપવા જવું એક પ્રેમી ને ભારે પડ્યું છે. ચાર્જર આપવા ગયેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનોના હાથે ઝડપાઇ જતા જોવા જેવી થઈ હતી. પકડાયા બાદ પ્રેમીને બરોબરનો માર (lover beaten) ખાવાનો વારો આવ્યો હતો. આથી પ્રેમીએ પ્રેમિકાને અડધી રાત્રે ચાર્જર આપવા જવાના બદલામાં હોસ્પિટલના (hospital) બિછાને પડ્યા રહેવાનો વારો આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવી વિગતે વાત કરીએ તો વલસાડ જિલ્લાના ડુંગરી નજીકના એક ગામમાં ગઇ મોડી રાત્રે એક પ્રેમિકા એ પોતાના પ્રેમીને ચાર્જર આપવા બોલાવ્યો હતો. મોબાઈલમાં પ્રેમ ભરી વાતો કરતી વખતે પ્રેમિકાના મોબાઈલમાં બેટરી પૂરી થઈ જતાં અડધી રાત્રે પ્રેમિકાએ પ્રેમીને ચાર્જર લઇ અને ઘર પર બોલાવ્યો હતો.

પ્રેમિકા નો આદેશ થતાંજ પ્રેમી કોઈપણ જાતની પરવા કર્યા વિના અડધી રાત્રે પોતાની પ્રેમીકાને ચાર્જર આપવા ઘરેથી નીકળી પડ્યો હતો. જો કે અડધી રાત્રે ઘર નજીક કોઈ આવેલું જાણ થતાં જ પ્રેમિકાના પરિવારજનો ઉઠી ગયા હતા..અને ચાર્જર આપવા આવેલો પ્રેમી પ્રેમિકાના પરિવારજનો ના હાથે પકડાઈ ગયો હતો.

આથી પ્રેમિકાના પરિવારજનોને હકીકતની જાણ થતાં તમામે મળી અને પ્રેમીને બરોબરનો માર માર્યો હતો. પ્રેમિકાના પરિવારજનોના હાથે માર ખાવાને કારણે પ્રેમીને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. જોકે જાન બચી ગઈ હતી. આથી સારવારની જરૂર જણાતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો.

અત્યારે પ્રેમી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે.. જો કે અડધી રાત્રે પ્રેમિકાને ચાર્જર આપવા ગયેલા પ્રેમી સાથે જોવા જેવી થઈ હતી.  અને પકડાઈ જતા માર ખાવાનો વારો આવ્યો હતો.. અને બનાવ  ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

જોકે આખરે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. આથી પ્રેમીએ પ્રેમિકાના પરિવારજનોના ચાર સભ્યો વિરૂદ્ધ માર મારવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ પણ દાખલ કરી છે. આથી ડુંગરી પોલીસે સમગ્ર પ્રકરણ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો