મહેસાણામાં નારી એકતા ગ્રુપ અને પાટીદાર સેના દ્વારા 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજિયાત કરોની માંગ

મા-બાપની ઈચ્છા વિરુદ્ધ થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર માટે નારી એકતા ગ્રુપ અને પાટીદાર સેના દ્વારા મહેસાણા જિલ્લામાં મહિલાઓમાં લોકજાગૃતિ ઊભી કરવા રાત્રિસભાઓ યોજાઇ રહી છે. રવિવારે મોઢેરા પાસેના ગાંભુ ગામમાં યોજાયેલી સભામાં ભાગીને થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવાની માંગ બુલંદ કરાઇ હતી.

જેમાં 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજિયાત હોવી જોઈએ. ભાગીને લગ્ન કરાય છે તેવું ના બને એટલા માટે કાયદામાં ફેરફારની જરૂર હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું. સભામાં નારી એકતા ગૃપનાં ભગવતીબેન પટેલ, પાટીદાર સેનાના પ્રવક્તા સતિષભાઈ પટેલ, પાલાવાસણા સરપંચ આશાબેન પટેલ સહિત હોદ્દેદારો હાજર રહ્યા હતા.

કાયદામાં આ ફેરફારની માંગણી 

>> 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજિયાત હોવી જોઈએ.

>> સાક્ષીમાં જે લોકો સહી કરે તેમની ઉંમર 35 વર્ષથી વધુ હોવી જોઈએ.

>> જે છોકરી જે વિસ્તારની હોય તે વિસ્તારની જ કોર્ટમાં પ્રેમલગ્ન થવા જોઈએ.

>> તલાટીની હાજરીમાં થતાં પ્રેમલગ્ન બંધ થવા જોઈએ.

>> 25 વર્ષ પછી જે યુવક કે યુવતી પ્રેમલગ્ન કરે તો તે યુવક સરકારમાં છોકરીના નામે રૂ.5 લાખ જમા કરાવે અને એ રૂપિયા 10 વર્ષ પછી છોકરીને પાછા મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો