રાજપીપળાના યુવાને પરસ્ત્રી સાથેના સંબંધમાં ગુમાવ્યો જીવ, ખેતરમાં પ્રેમિકા સાથે હતો ત્યારે પાછળ બીજા પ્રેમીએ પથ્થરના ઘા મારી કરી હત્યા
રાજપીપળાનો પરણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા ૧૫મી ફેબ્રુઆરીએ હું મારા મિત્રને મળી થોડી વારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા પર નીકળ્યો હતો. બીજે દિવસ સવાર સુધીએ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આમલેથા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ૧૬ મીએ સવારે સુનિલની એક્ટિવા રાજપીપળા એસટી ડેપો પરથી મળી આવી હતી. રાજપીપળા પોલીસે શહેરના સીસીટિવી ફૂટેજ ચેક કરતા ૧૫મીની મોડી રાત્રીએ અજાણ્યા યુવાન અને યુવતી રાજપીપળા એસટી ડેપો પર એક્ટિવા મુકતા જણાઈ આવ્યા હતા. પોલીસે શકના આધારે સીસીટીવી ફુટેજમાં દેખાતા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દામાપુરા ગામના અને હાલ નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને ૩ મહિનાથી એની રખાત તરીકે રહેતી વાઘેથા ગામની નૈના ગોવિંદ વસાવાને ઝડપી પાડી ઉલટ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ સુનિલને જાનથી મારી નાખ્યો હોવાનું નૈનાએ કબુલ્યું હતું. વધુ તપાસમાં એ પણ બહાર આવ્યું હતું કે, નૈના અને સુનિલ વચ્ચે આડા સબંધ હતા. પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે પૂર્વ યોજિત કાવતરૂ રચી નૈનાએ સુનીલને ફોન કરી ૧૫ મીએ રાત્રીએ શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો. અને ૧૦ઃ૩૦ વાગ્યાની આસપાસ સુનીલ -નૈના ખેતરમા એકાંતમાં શરીર સબંધ બાંધાતા હતા. આ દરમિયાન જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલાએ પાછળથી સુનીલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વડે ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો. એના ખિસ્સા માંથી ૬૦૦ રુપિયા કાઢી લઈ ઝાડી ઝાંખરા વાળા ખેતરમાં ઊંડો ખાડો ખોડી એના મૃતદેહને દાટી દીધો હતી. આ બાદ સુનિલની એક્ટિવા બન્ને જણા રાજપીપળા એસટી ડેપોએ મૂકી આવ્યા હતા. સુનિલનો મોબાઈલ વચ્ચે આવતી નદીમાં ફેંકી દીધો હતો.
જયદીપે વડોદરાના વિદ્યાર્થીની હત્યા કરી હતી
જયદીપ વડોદરાના માંજલપુરમાં વર્ષ ૨૦૧૨ માં ટયુશન ક્લાસમાં જતો હતો. દરમિયાન એક વિદ્યાર્થીની સાથે એને પ્રેમ થયો હતો. જોકે એની પ્રેમિકાએ જયદીપને અધવચ્ચે છોડી દઈ બીજા યુવાનને પકડયો હતો. આ બાબત જયદીપથી સહન ન થતા એને એ યુવાનને પોતાના ઘરે બોલાવી માથામાં લાકડાનો ફ્ટકો મારી ગળે ટુંપો આપી હત્યા કરી હતી. એના મૃતદેહને ઘરની પાછળ ફેંકી દીધો હતો. જોકે જયદીપ સગીર હોવાને લીધે અમુક સમય બાદ એ છૂટી ગયો હતો. પોલીસે બંને ઈસમોની ધરપકડ કરી ખૂનનો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

