કોરોનાના કારણે દીકરો ગુમાવનાર દંપતીએ 15 લાખની FD તોડી બીજાના જીવ બચાવવા આ રીતે કરી રહ્યા છે મદદ

દેશમાં કોરોનાનો કેર ચરમ સીમા પર છે અને કોરોનાથી થનારી મોતોના આંકડા સતત વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેરથી સ્વાસ્થ્ય સુવિધાઓ તો ડગમગી ગઈ જ છે, સાથે માણસાઈએ પણ જવાબ આપી દીધો છે. દેશમાં કેટલાક વિસ્તારોમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં લોકોએ આ આપત્તિને અવસર બનાવ્યો અને જરૂરતમંદ દવાઓ અને ઓક્સિજનની કાળાબજારી કરી. તો એવી પણ કહાનીઓ સામે આવી રહી છે કે પોતાના સંબંધીઓના શવ પણ છોડીને જતા રહે છે.

જોકે આપત્તિને અવસર બનાવનારા લોકો વચ્ચે કેટલીક સંવેદનશીલ કહાનીઓ પણ સામે આવી છે, જેમણે બધાના દિલ જીતી લીધા છે. ઘણા લોકો કોરોના વિરુદ્ધ લડાઈ લડી રહેલા લોકોની મદદ કરવા બહાર આવ્યા છે અને પ્રશાસનથી વધારે લોકોને મદદ કરી છે. એવી જ એક કહાની અમદાવાદથી સામે આવી છે, જ્યાં ગયા વર્ષે કોરોના કાળમાં પોતાના એકમાત્ર પુત્રને ગુમાવી ચૂકેલા રસિક મેહતા અને તેમની પત્ની કલ્પના મેહતા લોકોની મદદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમદાવાદના રશિક મેહતા અને તેમની પત્ની કલ્પના કોરોના વિરુદ્ધ લડાઈ લડી રહેલા લોકોની મદદ કરી રહ્યા છે.

ગયા વર્ષે કોરોનાના કારણે તેમણે પોતાના પુત્રને ગુમાવી દીધો હતો. મહેતા દંપત્તિએ પોતાના પુત્ર માટે 15 લાખ રૂપિયાની FD કરાવી હતી, હવે તેમનો પુત્ર જીવિત નથી તો FDની રકમથી બીજા લોકોની મદદ કરી રહ્યા છે. આ રકમ વડે આ દંપત્તિ અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોનાની કીટ ઉપલબ્ધ કરાવી ચૂકી છે અને 350થી વધારે લોકોને પોતાના ખર્ચ પર કોરોના વાયરસની વેક્સીન લગાવડાવી ચૂકયા છે. રસિક મહેતાનું કહેવું છે કે પોતાના પુત્રના નિધન બાદ અમને અનુભવ થયો કે કેમ નહીં અમે એ બધા લોકોને મદદ કરીએ જે હકીકતમાં તેના જરૂરિયાતમંદ છે.

તેમણે કહ્યું કે જ્યાં સુધી સંભવ હશે અમે મદદ કરીશું. તેઓ રોજ એવા લોકોની શોધ કરે છે, જેમણે અત્યાર સુધી વેક્સીન લીધી નથી. આ લોકોને પોતાની કારમાં વેક્સીન લગાવડાવવા લઈ જાય છે. રશિક મહેતા કહે છે કે અમારો પ્રયત્ન એવો છે જે અમારી સાથે થયું, તે કોઈ સાથે ન થાય. તેમણે પોતાનું વાહન કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલેન્સ તરીકે લગાવી દીધું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો