ફેસબુક પરની મિત્રતાથી પરિચયમાં આવેલી સુંદર મહિલાએ લગ્ન માટે હા પાડી અને હિંમતનગરનો યુવાન છેતરાયો, લૂંટેરી દુલ્હને લાખોમાં કરી નાખ્યું

રાજ્યમાં લૂંટેરી દુલ્હનના કિસ્સા છાસવારે સામે આવતાં રહે છે. સમાજમાં કન્યાઓની અછતના કારણે ઘણા યુવાનોના સમય રહેતા લગ્ન નથી થતાં તેવામાં આવા યુવાનો અને તેમના પરિવાર લૂંટેરી દુલ્હન અને તેના મળતિયાઓની જાળમાં ફસાય છે. ત્યારે વધુ એક યુવાન હિંમતનગરના દેશોતરનો છે જે આ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અહેવાલો મુજબ સુરત ફાયનાન્સનો વ્યવસાય કરતા અને સોશ્યલ મીડીયાના માધ્યમથી મહારાષ્ટ્રના અહમદનગરની મહિલાના ગાઢ પરિચયમાં આવેલા યુવકે કથિત વિધવા મહિલા સાથે લગ્ન કર્યા બાદ મહિલાએ પોતાનું અસલી સ્વરુપ દેખાડ્યું હતું અને સોનાના દાગીના તેમજ રુ. 3.50 લાખ રોકડા લઈને ફરાર થઈ ગઈ હતી. જાણે એટલું ઓછું હોય તેમ જ્યારે યુવકે મહિલાને આ અંગે ફોન કર્યો તો તેણે ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટેની જેમ દુષ્કર્મ કર્યા અંગેની ફરિયાદ કરી દઈશ તેવી ધમકી આપી હતી અને વધુ લાખો રુપિયાની માગણી કરી હતી. જે બાદ થોડા દિવસો પહેલા યુવતીના મળતિયાઓએ આવીને યુવકને માર માર્યો હતો જેથી યુવકે સમગ્ર બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધાવવામાં આવેલ ફરિયાદ મુજબ ઇડર તાલુકાના રાવોલ ગામના રોહિતકુમાર જેઠાભાઈ પરમાર સુરત ખાતે ફાયનાન્સનો વ્યવસાય કરે છે અને હાલ ગાંધીનગર રહે છે નવેક માસ અગાઉ સોશ્યલ મીડીયાના માધ્યમથી રાગીણી મૂનૂટ નામની મહિલાના પરિચયમાં આવ્યા હતા અને ગાઢ પરિચય પ્રેમમાં પરિણમ્યો અને નજદીકીઓ વધતાં રાગીણીએ મળવા આવવાનું કહેતાં રોહિતકુમારે અહમદનગરથી ગાંધીનગર સુધી મહિલાની ટિકિટ બુક કરાવી દીધી હતી. રાગીણી અમદાવાદ થઈને ગાંધીનગર પહોંચી હતી અને અહીં રોકાવા દરમિયાન રોહિતકુમારને તેણે જણાવ્યું હતું કે તેનું નામ રાગીણી શર્મા છે અને પોતે વિધવા છે. તેમજ રોહિતકુમારને પ્રેમ કરવા લાગી હોવાથી તેની સાથે લગ્ન કરવા માગે છે.

જે બાદ રોહિત કુમારે ગત સપ્ટેમ્બર મહિનામાં દહેગામ તાલુકાના લીંબુતેડા ગામે મંદિરમાં ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા. થોડા દિવસ સાથે રહ્યા બાદ રાગીણી અહમદનગર પરત જતી રહી હતી અને થોડા દિવસમાં પરત આવી હતી. જોકે ફરી એક મહિનો રોકાઈને પોતાને અહમદનગર કામ હોવાનું કહીને ચાલી ગઈ હતી. આ વખતે લાલચંદ કૂપાવત નામના કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું કે રાગીણી માથે 12 લાખ રુપિયાનું દેવું છે. આ દેવું ચુકતે કરો અને તમારી પત્નીને લઈ જાવ. જેથી રોહિતકુમારે 2 ચેક લખી કુરિયર મારફત મોકલી આપ્યા હતાં. જોકે આ દરમિયાન સામેના પક્ષ તરફથી ફરી એકવાર ધમકાવતો ફોન આવતા રોહિતકુમારે ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું.

જે બાદ ફેબ્રુઆરી માસમાં રાગીણી સાથેના શારીરિક સંબંધોને લઈ લાલચંદ કૂંપાવત અને રવિન્દ્ર પાલ નામના શખ્સોએ ફરીથી ધમકીઓ આપી હતી. આ દરમિયાનમાં એપ્રિલ મહિનામાં રાગીણી ફરીથી પરત આવી હતી અને રોહિતકુમારને પોતાની વાતોમાં ભોળવી દીધા હતા. જે બાદ બંને પોતાના ગામડે દેશોતર ચાલ્યા ગયા હતા. જોકે અહીં આવીને એક જ સપ્તામાં તેણે પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો અને સોનાનું ડોકિયું, ચાંદીના પાયલ તેમજ રુ.3.50 લાખ લઈ બપોરે ફરાર થઈ ગઈ હતી.

જે બાદ રોહિતકુમારે પોલીસ ફરિયાદ કરી તો જાણવા મળ્યું કે રાગીણી શર્માએ આ જ રીતે અહેમદનગરના જીદેન્દ્ર રમેશ પાતોડે, ગૌરવ મૂનૂટ પોતાની જાળમાં ફસાવીને લાખો રુપિયા પડાવ્યા હતા. આ મામલે અહમદનગર એમઆઈડીસીમાં પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયેલો છે. આ ફરિયાદ બાદ રાગીણીના સાગરિતોએ દેશોતર આવ્યા હતા અને રોહિતકુમાર સાથે મારપીટ પણ કરી હતી. આ મામલે કુલ 15 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો