કોરોના બાદ પ્રાઈવેટ સ્કૂલનો મોહ છોડી લોકોએ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લગાવી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે વાલીઓ દ્વારા લાંબી લાઈનો લગાવામાં હતી. ખાનગી શાળામાં ફીને કારણે જે રીતેસ્કૂલ દ્વારા વાલીઓ દબાણ બનાવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન માટે વળ્યા છે. યોગીચોકમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એડમિશન માટે લાંબી લાઈનો લાગી છે. આજથી એડમિશન શરૂ થયા હોય રાત્રીથી લોકોએ લાઈનો લગાવી દીધી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડતા જોવા મળ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કોરોના વાયરસને કારણે લૉકડાઉન બાદ વેપાર ઉધોગ બંધ રહેતા લોકોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની છે. ત્યારે પોતાના બાળકોની શાળામાંથી જે રીતે ફીને લઈને સતત દબાણ કરવામાં આવે છે અને હાલમાં પોતાની આવક શરૂ થઇ નથી. તેવામાં બાળકોને ભણાવવા અને પરિવારનું ગુજરાન ચાલવા માટે વરાછા વિસ્તારમાં રહેતા રાણે ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલ કર્મચારી આર્થિક પરિસ્થિતિ નબળી છે. ત્યારે આજથી સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આજથી એડમિશન પ્રક્રિયા શરૂ થવાની હોવાને લઈને સુરતના વરાછા વિસ્તરમાં યોગીચોક વિસ્તારમાં આવેલી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળામાં એડમિશન લેવા લોકોએ પડાપડી કરી હતી. શાળામાં એડમિશન ફોર્મ આજે સવારે આપવાના હતા પણ લોકો ગતરોજ રાતથી લાંબી લાઇન લગાવી હતી.

મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નંબર 348માં પ્રવેશ મેળવવા લાંબી લાઇનોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ છે. જેમાં અમુક માસ્ક વગર પર બેખૌફ બનીને ઉભેલા જોવા મળી રહ્યાં છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ હસમુખ પટેલએ જણાવ્યું હતું કે, જૂન મહિનામાં જ બિલ્ડીંગનો કબ્જો મળ્યો છે.આજથી ફોર્મ વિતરણ કામગીરી ચાલુ કરી છે. હાલ ધોરણ 1થી 8 ગુજરાતી માધ્યમ શરૂ કરવામાં આવ્યાં છે. વિદ્યાર્થીઓની સંખ્યા બાદ શિક્ષકો અને કલાસરૂમની સંખ્યા નક્કી કરવામાં આવશે. બે દિવસ ફોર્મ વિતરણ કામગીરી ચાલશે. બાદમાં પ્રવેશ અપાશે. આ શાળામાં પણ તમામ નિયમો બીજી શાળા જેવા જ રહેશે. આ એક નવી શાળા હોવાથી અને લૉકડાઉન બાદ લોકો ખાનગી શાળા છોડી આ સ્કૂલે ઉમટ્યા હોયો તેમ કહી શકાય પરંતુ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો