કાળમુખા કોરોનાની કાળજુ કંપાવી દે અને પથ્થર દિલને પણ ચોધાર આંસુએ રડાવી દે તેવી ઘટના, શ્રમિક માતા પોતાના બાળકને ટ્રોલી બેગ પર સૂવડાવીને લઈ જઈ રહી છે ઘર

કોરોના વાયરસે દુનિયા આખીને ભરડામાં લીધી છે. તેમાં ભારત પણ બાકાત નથી. મોદી સરકારે કોરોનાનું સંક્રમણ ફેલાતુ રોકવા સખત લોકડાઉનની જાહેરાત કરતા દિવસ-રાત ધમધમતા ઉદ્યોગ ધંધાઓ અચાનક ઠપ્પ પડી ગયા. હજારો કિલોમીટર દૂર બીજા રાજ્યોમાંથી રોજી રળવા વિકસીત કહેવાતા રાજ્યોમાં ગયેલો શ્રમિક બાપડો બની ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કાળી મજુરી કરીને પરિવારને 2 ટંક ભોજન પુરૂ પાડતો શ્રમિક લોકડાઉનના કારણે રાતોરાત રસ્તાપર આવી ગયો. મોં માંથી અનાજ છીનવાયું ને માથે થી છાપરૂ. ઉંટ મરે ત્યારે તેના વતન કચ્છા બાજુ મોં રાખે તેવી રીતે આ મજુરોને પણ મુશ્કેલીના સમયમાં વતન યાદ આવ્યું હતુ. પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે જવુ કઈ રીતે? ટ્રેનો, બસો અને વાહનો તો બંધ હતાં. પણ આખરે એક ટંકનો રોટલો પણ ના મળતા જાણે મોત સામે દેખાતુ હોવા છતાંયે એકદમ ભેંકાર ભાસતા હાઈવે પર પરિવાર સાથે રસોડામાં બચ્યુ કુચ્યું ખાવાનું લઈ ચાલતા જ વતનની વાટ પકડી હતી. તેમાં બાળકોની સ્થિતિ અત્યંત દયનિય હતી. આમે આવેલી એક તસવીરમાં તો નાનું બાળક સામાનની સૂરકેશ પર જ સુઈ જાય છે અને જેણે પેટ ચીરીને જન્મ આપ્યો છે તે જનેતા તેને ખેંચીને 800 કિલોમીટર સુધી ચાલતી જઈ રહી છે. આ તસવીર ખરેખર પથ્થરદીલના માનવીને પીગળાવીને આંખમાં આંસુ લાવી દે તેવી છે.

કોરોના વાયરસ પર નિયંત્રણ મેળવવા આખા દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે મજૂરોની હાલત કફોડી બની છે. આખા દેશમાં પ્રવાસી મજૂરો પગપાળા ચાલીને પોતાના ઘરે પરત ફરવા માટે મજબૂર છે. મજૂરોનું કહેવું છે કે, તેમની પાસે કોઈ કામ બચ્યું નથી. ખાવા માટે ભોજન નથી મળતું એવામાં આ લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી આવા માર્મિક ફોટા અને વીડિયો સામે આવી રહ્યા છે, જેમાં મજબૂર મજૂરો પોતાના ઘરે કોઈને કોઈ રીત પાછા ફરવા માંગે છે.

ઘરે પરત ફરતા મજૂરો રોડ અકસ્માતના પણ ભોગ બની ગયા. ગુરુવાર સવારે આવેલી ખબર અનુસાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારમાં રોડ અકસ્માતના કારણે 16 મજુરોએ જીવ ગુમાવ્યા છે. મજૂરો માટે ચલાવવામાં આવતી વિશેષ બસો અને ટ્રેનોની સેવા પણ તેમના કામમાં નથી આવી રહી. મજૂરોનું કહેવું છે કે આ સેવાઓ ઘણી મોંઘી છે અને ઘણા લોકોનું કહેવું છે કે તેમાં કાગળની કાર્યવાહી ઘણી વધારે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો