ગુજરાતમાં લોકડાઉન 30 એપ્રિલ અથવા 5મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા, વર્તમાન પરિસ્થિતિના આધારે સરકાર નિર્ણય લઈ શકે છે

ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો રહ્યો હોય તેમ રાજ્યમાં નવા પોઝિટીવ કેસોની સંખ્યા વધવા લાગી છે, ત્યારે આગામી 14 એપ્રિલ પછી લોકડાઉન વધુ લંબાવવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે. રાજ્ય સરકાર જે રીતે કાર્યવાહી કરી રહી છે તેના આધારે લોકડાઉન 30 એપ્રિલ કે 5 મે સુધી લંબાવવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યમાંથી કોરોના સંપૂર્ણપણે કાબુમાં ના આવે ત્યાં સુધી લોકડાઉન જરૂરી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ઝડપી વધારાની સાથે અલગ અલગ બીજા વિસ્તારમાં તે ફેલાવા લાગ્યો છે. આ સંજોગોમાં આગામી 3 દિવસના કેસોનું વિશ્લેષણ કર્યા બાદ રાજ્યમાં તબકકાવાર લોકડાઉન પાછુ ખેંચવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે. પ્રવર્તમાન લોકડાઉનની મુદત 14મી એપ્રિલે પૂર્ણ થાય છે. પરંતુ ગુજરાતમાં તે 30 એપ્રિલ કે 5મી મે સુધી લંબાઈ શકે છે. લોકડાઉનમાં વધુ 15થી20 દિવસનો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે, કેમ કે ગુજરાત સરકારનું માનવું છે કે આખા રાજ્યમાંથી કોરોના સંપૂર્ણપણે કાબુમાં ના આવે ત્યાં સુધી લોકડાઉન રાખવું જરૂરી છે.

નવા-નવા કેસો શોધવા પર ધ્યાન કેન્દ્રીત કરી ટેસ્ટિંગ વધારવાનો વ્યૂહ

આરોગ્ય વિભાગે અત્યારે નવા-નવા કેસો શોધવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હોય તેમ ટેસ્ટિંગ વધારવાનો વ્યૂહ અપનાવ્યો છે. રાજ્યમાં એક પણ પોઝિટિવ દર્દી રહી ન જાય તે સ્પષ્ટ થયા પછી જ લોકડાઉન પાછું ખેંચવાનો વ્યૂહ છે. રાજ્યના અડધા કરતા વધુ જિલ્લાઓમાં કારોનાનો પંજો છે. કોરોનાના કેસ ન હોય તેવા જિલ્લાઓને છૂટછાટ આપવામાં આવે તો પણ અન્યત્રથી ત્યાં ફેલાવાનું જોખમ રહે છે એટલે મોટાભાગે રાજ્ય સરકારનો લોકડાઉન અંગે સમગ્ર ગુજરાતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.

બિલ્ડરો પાસેથી પૂર્ણ થયેલા અને નહીં સોંપાયેલા પ્રોજેક્ટોનું લિસ્ટ મંગાવ્યું

બીજી તરફ રાજ્યમાં વધતા જતા કેસો અને તે સંખ્યામાં વધુ મોટો વધારો થાય તો સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે આગોતરી તૈયારી કરી છે. ખાનગી હોસ્પિટલો તથા તેમાં ઉપલબ્ધ સવલતોની માહિતી એકત્રિત કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ ક્વોરન્ટીનની જરૂર પડે તો હોસ્ટેલ, કોમ્યુનિટી હોલનું લિસ્ટ તૈયાર કરાયું છે. ખાનગી બિલ્ડરો પાસેથી પૂર્ણ થઈ ગયેલા અને લોકોને નહીં સોંપાયેલા રહેણાંક પ્રોજેક્ટોનું લિસ્ટ માંગવામાં આવ્યું છે. જેથી જરૂર પડ્યે બિલ્ડરોની ખાલી ઈમારતોનો પણ ક્વોરન્ટીન સુવિધા માટે ઉપયોગ કરવાનો વ્યૂહ છે.

રાજ્ય સરકારની આ તૈયારીને ધ્યાને લેવામાં આવે તો 15મીથી લોકડાઉન ખુલવાની શક્યતા જણાતી નથી. જો કે, લોકડાઉનની સમય મર્યાદા આડે હજુ છ દિવસ બાકી છે ત્યારે કેસો કેટલા અને કેવી રીતે વધે છે તેના પર પણ સરકાર વોચ રાખવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો