બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન 4.0, જાણો કયાં કેવી છૂટ મળી શકે છે

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં લાગૂ લોકડાઉન 3.0ની સમય મર્યાદા રવિવારે પૂરી થઇ રહી છે. અત્યારે વાયરસ જે ગતિથી વધી રહ્યો છે તેને જોતા ચોથી વખત લોકડાઉન વધારવાનું નક્કી જ છે. તેના સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે પોતાના સંબોધનમાં આપ્યા હતા. આ લોકડાઉન પણ બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે. લોકડાઉનના આ તબક્કામાં કેટલી અને શું સુવિધાઓ મળશે તેને લઈ ટૂંક સમયમાં જ ગૃહ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

સૌથી પહેલાં 25મી માર્ચથી 15 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું હતું. બાદમાં વધારીને 3 મે સુધી. તેને પણ વધારીને 17મી મે સુધી કરી દેવાયું હતું. હવે ચોથી વખત લોકડાઉન ફરીથી વધારાય તેવી શકયતા છે.

– પબ્લિક ટ્રાન્સપોર્ટને શરતો સાથે મંજૂરીની શકયતા

– ઓટો રિક્ષા અને કેબ એગ્રીગેટરોને શરતો સાથે મંજૂરીની સંભાવના છે. તેમને વધુમાં વધુ 2 પેસેન્જર બેસાડવાની મંજૂરી મળી શકે છે

– સ્થાનિક ઉડાનોને પણ મંજૂરી મળી શકે છે પરંતુ ચોક્કસ શરતોના પાલન સાથે હશે

– રેડ ઝોન્સમાં મેટ્રો સર્વિસીસને આગળ પણ સસ્પેન્ડ રાખી શકે છે

– કંટેનમેન્ટ ઝોન્સમાં વધુ સખ્તાઇ લાવી શકે છે. કયા ઝોનમાં કેટલી ગતિવિધિઓને મંજૂરી રહેશે તેને નક્કી કરવાનો અધિકાર રાજ્યોને મળી શકે છે

– અત્યાર સુધી કેન્દ્ર સરકાર જ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન નક્કી કરી રહ્યું છે. તેમાં ફેરફાર પણ કેન્દ્ર જ કરી શકે છે. જો કે કેટલાંક રાજ્યો માંગણી કરી રહ્યાં છે કે તેમને ઝોન નક્કી કરવાની અને કયાં ઝોનમાં કેવા પ્રકારની ગતિવિધિઓને મંજૂરી રહે એ નક્કી કરવાનો અધિકાર મળે

– ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ નામ ના આપવાની શરતે કહ્યું કે રાજ્યોની આ માંગણી માની શકાય છે એટલે કે રાજ્યોને ઝોન નક્કી કરવાનો અધિકાર મળી શકે છે

– પ્રવાસી મજૂરોની સમસ્યાને દૂર કરવા માટે રાજ્યોને નવી ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ નિર્દેશ હશે. અધિકારીઓએ કહ્યું કે રાજ્યોને 11 હજાર કરોડ રૂપિયા મળશે જેથી કરીને લોકડાઉનમાં ફસાયેલા મજૂરોની મદદ કરી શકે

સૂત્રોના હવાલે જાણકારી મળી છે કે, લોકડાઉનના ચોથા તબક્કામાં સાર્વજનિક પરિવહનના સાધનોને લઈ છૂટ આપવામાં આવી શકે છે. આ તબક્કામાં રિક્ષા, બસ અને કેબ સર્વિસને મંજૂરી મળી શકે છે. જોકે, કન્ટેનમેન્ટમાં પહેલાની જેમ જ પાબંધીઓ ચાલુ રહેશે. ચોથા તબક્કામાં ઈ-કોમર્સ દ્વારા જીવન જરૂરિયાત ચીજવસ્તુ સિવાયની અન્ય વસ્તુઓના સપ્લાયને મંજૂરી મળી શકે છે.

લોકડાઉનના આ ચોથા તબક્કામાં સ્કૂલ, કોલેજ, મોલ્સ નહીં ખોલવામાં આવે પરંતુ સલૂન વગેરે દુકાનોને ઝોનના આધારે મંજૂરી મળી શકે છે. જોકે, કન્ટેનમન્ટ ઝોનમાં પાબંધી રહેશે. તો નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ઓફિસમાં લોકોની સંખ્યા 33થી વધારી 50 ટકા કરવામાં આવી શકે છે.

કઈ કઈ જગ્યાએ ચાલુ રહેશે લોકડાઉન 4.0

મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા વધારે હોવાના કારણે મુંબઈ, ઔરંગાબાગ, પુના, પાલઘર, સોલાપુર, નાસિક અને થાણેમાં ચાલુ રહી શકે છે. આ સિવાય તમિલનાડુમાં કુડ્ડાલોર, ચેંગલપટટુ, અરિયલુર, વિલ્લુપુરમ, તિરુવલ્લૂર અને ગ્રેટર ચેન્નઈમાં પણ લોકડાઉન ચાલુ રહેશે. દેશની રાજધાની દિલ્હીમાં પણ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી શકે છે. આ સિવાય મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો, રાજસ્થાનના કેટલાક વિસ્તારો, ઉત્તરપ્રદેશ અને તેલંગાણામાં પણ લોકડાઉન કાયમ રહેવાની શક્યતા રાખવામાં આવી રહી છે.

ગુજરાતમા પણ કોરોનાના કેસનું પ્રમાણ વધવાના કારણે અમદાવાદ, વડોદરા, સુરતમાં લોકડાઉન ચાલુ રહેવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો