લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા

કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

માનસીક રીતે નબળા થયેલા લોકો હવે લોકડાઉન સહન કરી શકે તેમ ન હોય સોશ્યલ ડીસ્ટન્સ અને નિયમોનાં દાયરામાં ધંધા-રોજગાર શરૂ કરવા માટે સરકાર અને વહીવટીતંત્ર દ્વારા મંજુરી આપવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ.નાં મનોવિજ્ઞાન ભવન દ્વારા શરૂ કરાયેલા મનોચિકિત્સા કેન્દ્રના હેલ્પ લાઈન નંબર પર રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા આઠ દિવસમાં અસંખ્ય લોકોએ કોલ કરી લોકડાઉનથી હવે માનસીક રીતે થાકી ગયાનો અહેસાસ વ્યકત કરી સોશ્યલ ડીસ્ટન્સ અને સરકારી નિયમોનાં દાયરામાં રહી લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવે તેવી લાગણી દોહરાવી હતી.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિ.નાં મનોવિજ્ઞાન ભવનના વડા ડો.યોગેશભાઈ જોગસણે વાતચીતમાં જણાવ્યુ હતું કે લોકડાઉનનાં પગલે માનસીક રીતે ભાંગી પડેલા લોકો માટે હવે રોજી-રોટીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે, હવે લોકડાઉન સહન કરી શકાય તેમ નથી. જે અંગેના અનેક કોલ હેલ્પ લાઈન મારફતે મનોચિકિત્સા કેન્દ્રમાં મળેલા છે.

ધંધા-રોજગાર બંધ હોય આવક વગર અનેક પરિવારોને હવે જીવન ગુજરાન ચલાવવુ પણ મુશ્કેલ બની રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગ માટે વર્તમાન માટે વર્તમાન સ્થિતિ કપરી બનેલ છે.જયારે બીજી તરફ પાન-ફાકી-બીડી-સીગારેટ નહી મળવાનાં કારણે બંધાણીઓની હાલત પણ ખરાબ બની ગયેલ હોય તેઓએ પણ મનોચીકીત્સક કેન્દ્રની હેલ્પલાઈન પર હવે શું કરવુ? તેમ જણાવી માર્ગદર્શન માંગી રહ્યા છે.

ડો.યોગેશભાઈ જોગસણે જણાવ્યું હતું કે રાજકોટ સહીત રાજયમાં જયાં કોરોનાના કેસ વધુ હોય તે વિસ્તારને કલસ્ટર ઝોન જાહેર કરી તે વિસ્તારને બાદ કરી બાકીનાં વિસ્તારોમાં ધંધા-રોજગાર શરૂ કરવા માટે મંજુરી આપવા માટે રાજય સરકારને પણ સુચન કરાયેલ છે. તેની સાથોસાથ ધંધા-રોજગારના અભાવે લોકો બેરોજગાર બની ગયા હોય તેઓને રોજગારી પુરી પાડવા માટે વ્યવસ્થા કરવા અને વ્યસનમુકિત કેન્દ્રો વધુને વધુ કાર્યરત કરવા માટે પણ રાજય સરકારને રજુઆત કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો