ગુજરાતમાં લૉકડાઉન 5.0 માં ધાર્મિક સ્થળો ખૂલશે, દુકાનોનો સમય વધશે, હોટેલ-રેસ્ટોરન્ટને પણ મળી શકે છે છૂટ

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી છે. ગુજરાત સરકાર લૉકડાઉન-5માં લૉકડાઉન-4ની છૂટછાટ યથાવત્ રાખશે,પણ આ સાથે છૂટછાટ વધારશે. હાલમાં રાત્રે બહાર નીકળવા પર જે પ્રતિબંધ છે તે પ્રતિબંધ જ રહેશે, પરંતુ રાત્રે બહાર નીકળવા પર પ્રતિબંધનો સમય સાંજના 7થી સવારના 7 સુધીનો છે તે ઘટાડાશે. ઉપરાંત દેવ-દર્શન માટે અત્યાર સુધી ઝૂરતા શ્રદ્ધાળુઓ માટે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને ચર્ચ ખોલી નાખવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેન્દ્ર બાદ ગુજરાત સરકાર જાહેરાત કરશે

રાજ્ય સરકાર દ્વારા લૉકડાઉન-5 બાબતે સઘન ચર્ચા અને વાટાઘાટો ચાલી રહીં છે. ગુજરાત સરકારે એવી તૈયારી તો કરી લીધી છે કે હજુ વધારે કેટલી છૂટછાટ આપી શકાય. કેટલી બાબતો પર પ્રતિબંધ રાખવો અને કેટલી બાબતો પર છૂટછાટ આપવી. સરકારનું વલણ એવું છે કે અત્યાર સુધી જેના પર પ્રતિબંધ હતો તેવી પ્રતિબંધિત બાબતોને કોરોનાનું સંક્રમણ વધારે નહીં તેમ કઇ રીતે ખોલી શકાય,એટલે જ સરકારે કેટલીક હળવાશ આપવી તે પ્રાથમિક રીતે નક્કી કરી નાખ્યું છે. કેન્દ્ર સરકાર લૉકડાઉન-5ની છૂટછાટની જાહેરાત કરે તે પછી ગુજરાત સરકાર પણ જાહેરાત કરશે.

કન્ટેઇનમેન્ટ ઝોન

અમદાવાદ, સુરત જેવા વિસ્તારોમાં જે કન્ટેઈન્મેન્ટ ઝોન છે તે કન્ટેઈન્મેન્ટ ઝોન ઘટાડાશે. ઉપરાંત કન્ટેઈન્મેન્ટ ઝોનમાં કેટલીક વધુ છૂટછાટ અપાશે. હાલમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ,દવાની દુકાનો ખૂલી હોય છે.

નોન કન્ટેઇનમેન્ટ: ધર્મસ્થળો પણ ખૂલશે

  • કેટલીક પ્રતિબંધિત બાબતોમાં સરકાર છૂટછાટ આપશે.
  • દુકાનો 8 કલાક સુધી ખૂલી રહે છે, તેનો સમય વધારાશે
  • મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરુદ્વારા દર્શનાર્થે ખૂલી શકશે પણ શરતો સાથે અને નિયમોનું પાલન કરવું પડશે.
  • રેસ્ટોરન્ટ,હોટલો ખૂલશે તે શરતોને આધિન જ રહેશે.
  • જે વિસ્તારમાં દુકાનો ખૂલતી નથી ત્યાં દુકાનો ખૂલશે.
  • પ્રવાસન સ્થળો હજુ શરૂ કરવામાં આવશે નહીં
  • ગુજરાતમાં સ્કૂલો,કોલેજો શરૂ થશે નહીં
  • જાહેર કાર્યક્રમો, મેળાવડા પર પ્રતિબંધ રહેશે

છૂટછાટો પાછી ખેંચાશે એ માત્ર અફવા : મુખ્યમંત્રી

સોશિયલ મીડિયા પર એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે લૉકડાઉન 5.0 દરમ્યાન ગુજરાતમાં સરકારે આપેલી છૂટછાટો પાછી ખેંચાશે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ ચર્ચા માત્ર અફવા જ છે. છૂટછાટો પરત લેવાની સરકારની કોઈ જ યોજના નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો