ગુજરાતમાં 1લી જૂનથી વધુ છૂટછાટો સાથે લોકડાઉન 5.0 આવશે, સાંજે 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી વધુ 2 કલાક મુક્તિ સાથે વેપારમાં પણ છૂટછાટ અપાશે

ગુજરાતમાં લોક ડાઉન 4 પૂરું થવા ને હજુ ત્રણ દિવસ બાકી છે. આ દરમ્યાન કેન્દ્ર સરકારની પણ નવી ગાઈડલાઈન જારી કરીને જે-તે રાજ્ય સરકારને પોતપોતાની પ્રવર્તમાન કોરોના સ્થિતિ મુજબ લોકડાઉનના વધુ એક તબક્કાની સત્તા આપી શકે છે. આ એક રીતે લોકડાઉન 5.0 જેવું હોઈ શકે છે જેમાં વધુ છૂટછાટો અપાઈ શકે છે. રાજ્ય સરકારો પોતાની સત્તા મુજબ શુ કરવું જોઈએ અને કેવી રીતે કોરોનાને નિયંત્રિત કરવો તે અંગે નિર્ણય લઈ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકારે પણ કોરોનાને કાબૂમાં લેવા આ વ્યૂહરચના મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમાં લોકડાઉન હજુ હળવું કરવાની દિશામાં આગળ વધીને હાલ સાંજે 7થી સવારના 7 સુધીના કરફ્યુમાં વધુ 2 કલાકની મુક્તિ અપાઈ શકે છે. આના થકી વેપાર-ધંધા સાંજે 7 વાગ્યાને બદલે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લઈ શકે છે. આની સાથે વધુ 2 સપ્તાહનું લોકડાઉન વધારવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

નહિવત નિયંત્રણો જેવું લોકડાઉન કેન્દ્રની ગાઈડલાઈન મુજબનું રહેશે

ગુજરાતમાં ‘લોકડાઉન 5.0’ સાથ હળવુ અને નહિવત નિયંત્રણો જેવુ હોવાના સંકેત છે કે રાજયમાં લોકડાઉન 5.0 માં વધુ છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નકકી થયા બાદ ગુજરાત સરકાર આખરી નિર્ણય જાહેર કરશે. ગુજરાતમાં કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે એટલે સંપૂર્ણ મુક્તિ મળવાની શકયતા નથી. જો કે, વધુ છૂટછાટો સાથેનું લોકડાઉન 5.0 આવી શકે છે. તેની સાથે વેપાર-ધંધા-અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવવા તથા લોકોનું નાણાં સંકટ દૂર થઈ શકે તેવા મુદાઓને કેન્દ્રમાં રાખીને નિયંત્રણો ઘટાડી દેવામાં આવી શકે છે.

દુકાનો-બજારો ખુલ્લા રાખવાના સમયગાળામાં પણ વધારો થઈ શકે

રાજય સરકારે તમામ મંત્રીઓ, અધિકારીઓ, વેપાર-ઉદ્યોગ સંગઠનો તથા અન્ય વર્ગના લોકો પાસેથી વિગતો એકત્ર કરી છે અને સૂચનો મેળવ્યા છે. આ ફીડબેકના આધારે બે થી ત્રણ સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. જો કે, લોકડાઉન 4.0 કરતા પણ તેમાં વધુ છુટછાટો આપવામાં આવશે. અત્યારે બજારો-દુકાનો સવારે 8થી બપોરે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ છે તેમાં બે કલાકનો વધારો કરાઈ શકે છે. સાંજે 6 વાગ્યા સુધી બજારો-દુકાનો ખુલ્લી રાખવાની છૂટ પણ આપવામાં આવશે. આ જ રીતે રાત્રિ કરફયુનો સમય પણ ઘટાડવામાં આવી શકે છે. અત્યારે સાંજે 7થી સવારે 7નો કર્ફ્યુનો સમય છે તે ઘટાડીને રાત્રે 9થી સવારે 6નો કરવામાં આવી શકે છે. આ ઉપરાંત રેડ તથા કન્ટેઈનમેન્ટ ઝોનમાં પણ થોડીક વધુ છૂટછાટો આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો