ગુજરાતમાં લૉકડાઉન-4 બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે, જાણો નિયમો સાથે કયા વેપાર-ધંધા શરૂ થશે

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો, સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો, મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી ચર્ચા થઇ હતી. આ પછી મળેલી કોર કમિટીની બેઠકમાં એક બાબતે સર્વસહમતિ સધાઇ હતી કે, લૉકડાઉન બે તબક્કામાં રાખવું, પ્રથમ સપ્તાહમાં જે છૂટછાટ અપાય તેનું નિરીક્ષણ કરવું અને આ પછી બીજા તબક્કામાં તેના આધારે નવા ફેરફાર કરાશે તેમ ટોચના સુત્રોએ કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે

તમામ જિલ્લા કલેકટરો,મ્યુ.કોર્પોરેશનના કમિશ્નરો, પોલીસ કમિશ્નર,ડીએસપી સહિતના અધિકારીઓ સાથે દરેક જિલ્લાની વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ ચર્ચામાં પ્રથમ તો જે વિસ્તારમાં દુકાનો ખુલી છે ત્યાં કેવી સ્થિતિ છે તેની ફીડબેક લેવાઇ હતી. કલેકટરો પાસેથી ફીડબેક પછી કોર કમિટીની મળેલી બેઠકમાં ગુજરાત લૉકડાઉન-4 કેવું રાખવું તે બાબતે ચર્ચા થઇ હતી. આ ચર્ચા વધુ એકવખત તા. 13મીમેના રોજ મળનારી કેબિનેટની બેઠકમાં ચર્ચાશે અને પછી નિયમો તૈયાર થશે. આ નિયમો કેન્દ્ર સરકાર લૉકડાઉન-4ની જાહેરાત કરે પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે, પણ ગુજરાત સરકાર હોમવર્ક સ્વરૂપે લૉકડાઉન-4ના નિયમો તૈયારી કરી નાખશે.

શહેરીજનો માટે સાંજે 7થી સવારે 7 બહાર નીકળવા પર પ્રતિબંધ યથાવત રહેશે

ઉનાળાની સીઝનમાં શહેરોમાં રાત્રે બરફના ગોળા,સોડા,આઇક્રીમ પાર્લર સહિતની દુકાનો પર લોકો રાત્રે નીકળતા હોય છે. શહેરોમાં ઉનાળાની સીઝનમાં રાત્રે ફરવા નીકળવાનો ક્રેઝ વધારે હોવાથી સરકારે શહેરોમાં સાંજે 7થી સવારે 7 કલાક સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવાનું જ નક્કી કર્યું છે. જો કે, ગામડાઓમાં આ નિયમ લાગુ પડશે નહીં,આમછતા હજુ ગામડા બાબતે અંતિમ વિચારણા બાકી છે,પણ શહેરોમાં તો પ્રતિબંધ જ રહેશે.

ઓડ-ઇવન અને કર્મચારી 50 ટકા ઓન ડયૂટી આવી શકે

લૉકડાઉન-4માં તમામ દુકાનો, પ્રાઇવેટ ઓફિસ ચાલુ થાય તેવી સરકાર પ્રયાસ કરશે. ફરસાણ, મીઠાઇથી લઇને વાળંદની દુકાન કઇ રીતે ખોલી શકાય તે નક્કી કરાશે. આ માટે દુકાનોમાં ઓડ ઇવન પદ્ધતિ આવી શકે છે. મોટી ઓફિસ, સંસ્થા કે શોપ ખોલવા માટે 50 ટકા કર્મચારી ઓન ડયૂટી જેવા નિયમ પણ આવી શકે છે. રીક્ષા, ટેક્સી,સિટીબસ અંગે પણ નિયમ રહેશે.

લૉકડાઉન-4 દરમિયાન મલ્ટિપ્લેક્સ, મોલ, જિમ અને ક્લબ બંધ જ રહેશે

રાજ્ય સરકારે એક બાબતે તો મન બનાવી લીધું છે કે, મોલ, મલ્ટિપ્લેક્સ, જિમ, ક્લબ હજુ બંધ જ રાખવા. લૉકડાઉન-4માં પણ આ તમામ સ્થળો ઝડપી સંક્રમણ ફેલાવી શકે તેવા લાગતા હોવાથી સરકારે તેને બંધ જ રાખવાનું નક્કી કર્યં છે અને તે કયાં સુધી બંધ રહેશે.

લોકડાઉન બાદ પણ શહેરોની અંદર પ્રવેશવાની ચેકપોસ્ટમાં વધુ કડક ચેકીંગ કરાશે. સરકાર રૂપરેખા તો તૈયાર કરી રહી છે પણ જે શહેરમાં બજારો ખુલ્યા બાદ જો ફરી 10 થી 15 કોરોનાનાં પોઝિટિવ કેસ આવશે તો તે વિસ્તારોમાં આપેલી છૂટછાટ પાછી ખેંચવામાં આવશે અને તે વિસ્તારોમાં ફરીવાર લોકડાઉનનો કડક અમલ કરાવાશે.

અમદાવાદમાં 15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે. રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.

રાજ્ય સરકારે તૈયાર કરેલી બ્લુ પ્રિન્ટ પ્રમાણે અમુક ધંધાઓ ખોલવા માટે નિયમો બનાવાયા છે. રેડ અને ઓરેન્જ ઝોનમાં ચોક્કસ કલાકો માટે છૂટ અપાશે. શહેરી વિસ્તારના મુખ્ય બજારો સવારે 9થી સાંજના 5 ખુલ્લા રહેશે. ગ્રાહકોને કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલવામાં આવશે. આ દરમ્યાન હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તો સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે.

શહેરના બજારો વિશે વાત કરીએ તો, 17મી પછી હાર્ડવેર, સેનેટાઈઝ, બુટ-ચંપલ, બુટ-પોલિશ, પ્લમ્બર, સિમેન્ટના વિક્રેતાઓની દુકાનો ખોલવાની વિચારણા છે. તમામ બજારો 7 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી અપાશે તેમ જાણવા મળી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો