મોરબીમાં સ્મશાન નજીક રહેતા રહીશોએ માનવતા નેવે મૂકી, કોરોનાથી મૃત્યુ પામેલાની અંતિમ વિધિનો કર્યો વિરોધ
મોરબીમાં આવેલા વિદ્યુત સ્મશાન ગૃહમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમ વિધિ ન કરવા માટે સંચાલકોએ મનાઇ કરી દીધા બાદ હવે આસપાસના રહીશોએ વિરોધ કર્યો હતો. રહીશોની દલીલ એવી છે જે મેડિકલ સાયન્સની દૃષ્ટીએ યોગ્ય છે કે નહીં તે મોટો સવાલ છે. જોકે, ચેપ ફેલાવાના ડરે સ્મશાન નજીક રહેતા રહીશોએ માનવ સાંકળ સર્જીને માનવતાને નેવે મૂકતો વિરોધ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
શહેરમાં વિદ્યુત સ્મશાન ગૃહમાં કોવિડની ગાઇડ લાઇન મુજબ કોવિડથી મૃત્યુ પામનારા દર્દીઓની અંતિમ વિધિ ન કરવા માટે માટે આસપાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. તેમના મતે ચીમનીમાંથી ઉઠતા ધુમાડાથી કોરોના ફેલાવાની બીક રહે છે.
પહેલાં સ્મશાનના સંચાલકો અને બાદમાં સ્થાનિકોએ વિરોધ કરતા સમગ્ર મામલો સંવેદનશીલ બન્યો છે. જોકે, ગાઇડલાઇન્સ મુજબ થતી અંતિમ વિધિઓમાં જોખમનું પ્રમાણ હોતું નથી છતાં મોરબીના આ રહીશોએ માનવતા નેવે મૂક્યા જેવો ઘાટ સર્જાયો છે.
સમગ્ર મામલો તુલ પકડતા હવે જિલ્લા કલેક્ટર આ મામલે પાલિકાના વિદ્યુત સ્મશાન સાથે બેઠક યોજી અને કાયદેસરની કાર્યવાહી કરશે તેવા અહેવાલો પણ છે. જોકે, સ્થાનિકોએ સાથે એકઠા થઈને વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

