ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા, રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો વિડિયો વાયરલ

રાજસ્થાનના (Rajasthan) ભરતપુરમાં (bharatpur) બે બદમાશોએ એક ડોક્ટર દંપતી (Doctor couple) ઉપર દોળાદિવસે જ ગોળી મારીને હત્યા (firign on couple) કરી નાંખી હતી. બાઈક સવાર બદમાશોએ ઘટનાને એ સમયે અંજામ આપ્યો હતો જ્યારે કારમાં ક્યાંક જઈ રહ્યા હતા. ઘટનાને અંજામ આપીને હત્યારાઓ (killer) ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. હવે પોલીસ (Police) આરોપીઓની શોધખોળ કરી રહી છે. હત્યાનો લાઈવ વીડિયો (live murder video) પણ સામે આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પોલીસ તપાસમાં મૃતક ડોક્ટર દંપતીની ઓળખ ડો.સુદીપ ગુપ્તા અને તેમની પત્ની ડો. સીમા ગુપ્તાના રૂપમાં થઈ હતી. હત્યાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ડોક્ટર દંપતીની હત્યાનો લાઈવ વીડિયો હચમચાવી નાંખનારો છે. ડોક્ટર સુદીપત ગુપ્તા અને તેમના પત્ની સીમા ગુપ્તા ખાનગી હોસ્પિટલ ચલાવે છે. બંનેની લાશ આરબીએમ હોસ્પિટલ મોર્ચરીમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

પોલીસ અધીક્ષક દેવેન્દ્ર કુમાર વિશ્નોઈના જણાવ્યા પ્રમાણે ડોક્ટર દંપતી પોતાની કારમાં સવાર થઈને પોતાના કામથી ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તામાં હથિયારોથી સજ્જ બે બદમાશો તેમની કારને રોકી હતી. અને પતિ પત્નીને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી બાઈક લઈને ફરાર થયા હતા. બદમાશોને પકડવા માટે પોલીસ ટીમ રચના કરવામાં આવી છે.

ડોક્ટર સુદીપ ગુપ્તા ચિકસાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા સિટી કોલોનીમાં પોતાના ઘરમાં એક મહિલા દીપા ગુર્જર અને તેના બાળકને આશરો આપ્યો હતો. પરંતુ ડો. સીમા ગુપ્તાને એ મહિલા અને પોતાના પતિ સાથે આડા સંબંધો હોવાની શંકા હતી.

જેના કારણે ડોક્ટર સીમા ગુપ્તાએ પોતાની માતા સાથે મળીને આશરે બે વર્ષ પહેલા સૂર્ય સિટી કોલોનીમાં પોતાના મકાનમાં રહેનારી મહિલા દીપા ગુર્જરની માર માર્યો હતો. ત્યારબાદ તેના ઉપર સ્પીરીટ નાંખીને આગ લગાવી દીધી હતી. બહારથી ગેટ બંધ કરી દીધો હતો. જેનાથી દીપા ગુર્જર અને તેનો છ વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું.

આ મામલામાં ડોક્ટર સીમા ગુપ્તા અને તેમની માતા સહિત પતિ ડોક્ટર સુદીપ ગુપ્તા પણ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા હતા. પરંતુ વર્ષ 2020માં ત્રણને જામીન મળી હતી. જેલમાંથી પર આવીને ડોક્ટર દંપતી પોતાની ખાનગી હોસ્પિટલ ચલાવી રહ્યા હતા. હવે પોલીસ બદમાશોની ઓળખ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો