સુરતમાં લુખ્ખાઓના આંતકનો વિડિયો વાયરલ, અંગત અદાવતમાં 20થી વધુ લોકોએ હોટલમાં કરી તોડફોડ

સુરતના પલસાણા હાઇવે (Palsana highway) ઉપર આવેલી જે.ડી. રેસ્ટોરન્ટમાં (Attack on Restaurant) ધોળા દિવસે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવાની ઘટના બની હતી. આશરે 5થી 6 ગાડીઓ ભરીને આવેલા 20થી 25 અસામાજિક તત્વોએ (Antisocial elements) રેસ્ટોરન્ટ ઉપર હુમલો કર્યો હતો. લાકડી, પાઈપ, તલવાર જેવા ઘાતક હથિયારો (Attack with Lethal weapons) વડે હુમલો કર્યો હતો. અને 50થી 60 હજાર રૂપિયા રોકડા અને સોનાની ચેઈન સહિત ત્રણ મોબાઈલની પણ લૂંટ (loots) ચલાવી હતી. આ ઘટના બાદ કડોદરા પોલીસ સ્ટેશનનો (kadodara police station) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા થયેલા વિવાદના પગલે આ હુમલો કરવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઘાતક હથિયારો વડે 20થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ કર્યો હુમલો
મળતી માહિતી પ્રમાણે સુરતના પલસાણા-કડોદરા હાઈવે ઉપર જે.ડી. રેસ્ટોરન્ટ આવેલી છે. આ રેસ્ટોરન્ટમાં આજે ધોળા દિવસે 5થી 6 ગાડીઓ ભરીને 20થી 25 જેટલા અસામાજિક તત્વો આવી પહોંચ્યા હતા. અને ગાડીમાં રાખેલા લાકડી, લોખંડની પાઈપો અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે તાડતોબ હુમલો કરવા લાગ્યા હતા.

રોકડ, સોનાની ચેઈન, ત્રણ મોબાઈલની પણ લૂંટ
આ ઉપરાંત પથ્થરોથી પણ હોટલના કાચ તોડ્યા હતા. અને ફૂલ છોડના કૂંડાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અસામાજીક તત્વોના ટોળાએ થોડી ક જ ક્ષણોમાં હોટલમાં તોડફોડ કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં હોટલના કેશ કાઉન્ટરમાંથી 50-60 હજાર રૂપિયા રોકડા, હોટલ માલિકના પાર્ટનરની સોનાની ચેઈન અને ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી હતી.

બે દિવસ પહેલા રૂમ રાખવા અંગે થઈ હતો વિવાદ
હોટલ માલિક દિલીપસિંહ રાજપૂતના જણાવ્યા પ્રમાણે બે દિવસ પહેલા ધવલ અકબરી નામનો યુવક એક 18 વર્ષથી નીચેની વયની છોકરી લઈને આવ્યો હતો. અને હોટલમાં રૂમ માંગતો હતો જોકે, 18 વર્ષથી નીચેની યુવતી હોવાથી રૂમ આપ્યો ન હતો. આમ ધવલ અકબરીએ તેમને ધમકી આપી હતી કે, જો રૂમ નહીં આપે તો હોટલ નહીં ચાવલા દઈએ. ત્યારબાદ આજે 5થી 6 ગાડીઓ લઈને આવ્યા હતા અને હોટલમાં તોડ ફોડ કરીને લૂંટ ચલાવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હોટલના કેસ કાઉન્ટરમાંથી 50થી 60 હજાર રૂપિયા રોકડા તેમના પાર્ટનરની સોનાની ચેઈન અને ત્રણ મોબાઈલ લૂંટીને ફરાર થયા હતા. સાથે સાથે હોટલમાં મોટા પ્રમાણમાં તોડફોટ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. એક કર્મચારીને હાથમાં અને અન્યોને ઈજાઓ પણ પહોંચી હતી.

પાંચ લાખ લેવા માટે બ્લેકમેઇલ કરવાનો હોટલ માલિકનો આરોપ
તેમણે વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પહેલા ધવલ અકબરીએ તેમને વોટ્સએપ કોલ કરતો હતો અને એ ના ઉપાડતા ધમકી આપવા લાગ્યો હતો. કે પાંચ લાખ રૂપિયા નહીં આપે તો હોટલ નહીં ચાલવા દઈએ અને બ્લેક મેઇલ પણ કરતો હતો. ઘટની જાણ થતાં કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો