આંશિક લૉકડાઉનમાં પોલીસ અધિકારીએ પંક્ચરની દુકાનવાળાને ડંડા મારીને પોતાનો ‘પાવર’ બતાવ્યો! બે બાઇક પણ તોડી, CCTV ફૂટેજ વાયરલ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારી (Corona pandemic)નો કહેર વર્તાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના 36 શહેરોમાં આંશિક લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટેની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ (Gujarat police) સહિત અન્ય વિભાગોને સોંપવામાં આવી છે. ત્યારે રાત્રિ કર્ફ્યૂ (Night curfew)ની પરિસ્થિતિનું નિર્માણ થતા પોલીસ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. તો દિવસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) તેમજ માસ્ક (Mask)ના નિયમોની અમલવારી ન થતા પોલીસ સહિત અન્ય વિભાગો લોકોને દંડ પણ ફટકારે છે. આ દરમિયાન પોલીસનો એક વીડિયો વાયરલ થયો છે જેણે ખૂબ ચર્ચા જગાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સખત વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં એક નાનો એવો વેપારી પોતાની પંક્ચરની દુકાન ખુલ્લી રાખી રસ્તા પરથી નીકળતા વાહનોના પંક્ચર સહિતની કામગીરી કરી રહ્યો હોય છે. આ સમયે એક પીઆઈ કક્ષાનો અધિકારી પોતાની પોલીસ કારમાંથી નીચે ઉતરી બૂમાબૂમ કરે છે. જેના કારણે દુકાનમાં કામ કરતા બે છોકરાઓ ત્યાંથી નાસી જાય છે. જ્યારે કે દુકાનમાં કામ કરનાર વ્યક્તિને પીઆઈ કક્ષાના અધિકારી લાકડી વડે માર મારતા હોય તે પ્રકારના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ જાય છે.

સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. પોતાની પોલીસ કારમાંથી ઉતરેલા પીઆઈ કક્ષાના અધિકારી ન માત્ર પંક્ચરની દુકાન ખોલી રાખનાર વ્યક્તિને લાકડીથી ફટકારે છે, પરંતુ ત્યાં બે બાઇક પડેલા હોય છે તેમાં પણ લાકડી મારી તેને નુકસાન પહોંચાડે છે. વાયરલ થયેલા વીડિયો મામલે લોકોનો રોષ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે.

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં મોટાભાગના ફોર વ્હીલર તેમજ હેવી વ્હીકલના શો રૂમ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જાણવા મળ્યા મુજબ આ તમામ શો રૂમ સંચાલકો પોતાની સર્વિસ એસેન્સિયલ કેટેગરીની અંદર આવતી હોવાનું કહી શરુ રાખી રહ્યા છે. બીજી તરફ એક પંક્ચરવાળાને કે જેનો ધંધો ટુ વ્હીલર, ફોર વ્હીલર અને હેવી વ્હીકલ વાહનો સાથે સંલગ્ન છે, તો શા માટે તેને પોતાની સેવા પૂરી પાડવા દેવામાં નથી આવી રહી?

વાયરલ થઈ રહેલો વીડિયો ગુજરાતનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ ગુજરાતના કયા શહેર કે જિલ્લાનો છે તે હજી સુધી જાણી શકાયું નથી. જે પ્રમાણે વીડિયોમાં સમય અને તારીખ જોવા મળી રહી છે તે પ્રમાણે વીડિયો તાજેતરના 29 એપ્રિલનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, વીડિયો મામલે અમે આની પુષ્ટિ નથી કરતા. જો ખરા અર્થમાં વાયરલ વીડિયો મામલે દબંગાઈ કરી રહેલા પોલીસ ઈન્સ્પેકટરની ભૂલ હોય તો તે મામલે તાત્કાલિક અસરથી તેના વિરુદ્ધ જે તે સંલગ્ન અધિકારીએ પગલાં લેવા જોઈએ.

પંજાબના ફગવાડામાં આ જ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ફગવાડા SHO નવદીપસિંહ પોતાની કારમાંથી નીચે ઉતર્યા હતાં. ત્યાર બાદ તેઓએ શાકભાજી વેચનારા વિક્રેતાએ રાખેલા મરચાની ટોકરીને લાત મારી હતી. ગણતરીની કલાકોમાં તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ખુદ પંજાબના ડીજીપીએ તેમને સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો