નાનકડી દિકરીએ મૃત ફાયર ફાઈટર પિતાને તેમનું હેલ્મેટ અને મેડલ પહેરી આપી અંતિમ વિદાય
ચર્ચમાં નાનકડી શાર્લેટ તેના પિતાના કોફીન આગળ ઊભી છે. શાર્લેટના વ્હાઈટ ફ્રોક પર તેના પિતાના સન્માનનો મેડલ છે અને માથે તેમનું હેલ્મેટ છે. શાર્લેટની હજુ તેટલી ઉંમર પણ નથી કે તેના ફાયર ફાઈટર પિતા કે જેને તે પોતાના હીરો સમજે છે તે હવે તેને સ્કૂલના ફર્સ્ટ ડે પર મૂકવા ક્યારેય નહીં આવી શકે. સ્કૂલનો લાસ્ટ ડે હશે કે તેનો વેડિંગ ડે તેને હંમેશાં પિતાની ખોટ સાલવશે. પિતાને આખરી વિદાય આપતી શાર્લેટને જોઈને ભલભલાના આંખમાં આંસું આવી જાય તેમ છે. શાર્લેટના પિતાએ જંગલમાં આગ ઓલવતી વખતે જીવ ગુમાવ્યો હતો.
એન્ડ્ર્યુનો ટ્રક વૃક્ષ સાથે અથડાયો
ઓસ્ટ્રેલિયાના જંગલની આગ ઓલવાઈ જાય તે માટે દુનિયાભરના લોકો પ્રાર્થના કરી રહ્યા છે, તેવામાં એવા ફાયર ફાઈટર્સ પણ છે જેઓ પરિવારથી દૂર દેશને બચાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. 36 વર્ષીય એન્ડ્ર્યુ ઓડવાયરે રૂરલ ફાયર સર્વિસમાં ફરજ બજાવતી વખતે પોતાનો જીવ ગુમાવ્યો છે. શાર્લેટ તેની દીકરી છે. 19 ડિસેમ્બરે સાઉથ સિડનીના જંગલમાં આગ ઓલવતી વખતે એન્ડ્ર્યુનો ટ્રક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાયો હતો.
રૂરલ ફાયર સર્વિસના કમિશ્નરે ભાવુક સ્પીચ આપી
એન્ડ્ર્યુ રૂરલ ફાયર સર્વિસમાં 10 વર્ષથી પણ વધારે સમયથી જોડાયેલો હતો, તેના પરિવારે ક્યારેય વિચાર્યું નહોતું કે તે એક દિવસ આવી રીતે અચાનક દુનિયાને અલવિદા કહીને ચાલ્યો જશે. આરએફએસના કમિશ્નરે ભાવુક સ્પીચ દરમિયાન કહ્યું કે, શાર્લેટને હંમેશાં ખબર હોવી જોઈએ કે, મારા પિતા સ્પેશિયલ મેન અને રિયલ હીરો હતા. તે હીરો હતા તે કારણે અમને છોડીને ગયા. એન્ડ્ર્યુની પત્નીની હાજરીમાં કમિશ્નરે એન્ડ્ર્યુની બહાદુરીનો ‘ઓનર ઓફ ગાર્ડ’નો મેડલ દીકરી શાર્લેટને પહેરાવ્યો હતો. એન્ડ્ર્યુને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપી.
એન્ડ્ર્યુની સાથે જ તે ટ્રકમાં હાજર તેનો મિત્ર અને ફાયર ફાઈટર જિઓફ્રે કેટન પણ મૃત્યુ પામ્યો હતો. તેના સન્માનનો મેડલ સિડનીમાં તેના 19 મહિનાના દીકરાને પહેરાવવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

