અમદાવાદ B.J.મેડિકલ કોલેજની હોસ્ટેલ બની ‘કબીર સિંહ’નો અડ્ડો, ધાબા પરથી અનેક બ્રાન્ડેડ વિદેશી બોટલો મળી આવી

કબીર સિંહ ફિલ્મ તો તમે જોયું જ હશે. જેમાં ડોક્ટર કબીર હંમેશા દારૂના નશામાં ચકચૂર હોય છે. આવા જ ડોક્ટર અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઢૂંસીને ઢૂંસીને ભર્યા છે. પોલીસે મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ધાબા પરથી અનેક વિદેશી બોટલો ઝડપી પાડી છે. દારૂ પીધા બાદ આ તમામ બોટલોને ધાબા પર ફેંકી દેવામાં આવી હતી. આ મામલે પોલીસે અને કોલેજ સત્તાધીશોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

કાલે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘરે-ઘરે દારૂ પીવાય છે. જે મામલે વિજય રૂપાણીએ માફીની માગ કરતાં આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું. ત્યારે બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલના ધાબા પરથી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. હોસ્ટેલના ધાબા પરથી અંદાજે 50 જેટલી બોટલો મળી આવી હતી.

એટલે કે, બી.જે.મેડિકલની હોસ્ટેલમાં અવારનવાર દારૂની રેલમછેલ થતી હતી. અને ભવિષ્યના ડોક્ટરો દારૂના નશામાં ચકચૂર થઈ જતા હતા. આ મામલે પોલીસે તો તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પણ સાથે જ કોલેજ સત્તાધીશોમાં પણ દોડધામ મચી જવા પામી છે. અને આ મામલે ઈન્ચાર્જ ડીન સહિત હોસ્ટેલ મેનેજમેન્ટે પણ તપાસ શરૂ કરી છે. અને કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close