જંગલનો રાજા શહેરમાં આંટાફેરા મારવા લાગ્યો: જૂનાગઢની હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયાં
સિંહને જંગલનો રાજા (Asiatic Lion) કહેવામાં આવે છે. જોકે, જંગલનો રાજા હવે શહેરમાં પણ આંટાફેરા મારવા લાગ્યો છે. જૂનાગઢ શહેર (Junagadh City)ની એક હોટલમાં સિંહ આંટાફેરા મારતો હોય તેવા દ્રશ્યો સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગયા છે. હોટલમાં સિંહના આંટાફેરા જોઈને સિક્યુરિટી ગાર્ડ (Security guard) પર ડરનો માર્યો કેબિનમાંથી બહાર નીકળી શક્યો ન હતો. જોકે, સિંહ કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર અહીંથી ચાલ્યો ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ રેલવે સ્ટેશન (Junagadh Railway Station) નજીક આવેલી એક હૉટલમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા હતા. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સિંહ મુખ્ય દરવાજેથી કૂદીને હોટલની અંદર આવે છે. જે બાદમાં સિંહ પાર્કિંગ સહિતના સ્થળો પર આંટાફેરા મારે છે. થોડીવાર સુધી હોટમાં આમતેમ આંટાફેરા માર્યા બાદ સાવજ જ્યાંથી હોટલમાં પ્રવેશ્યો હતો ત્યાંથી જ દરવાજો કૂદીને બહાર નીકળી જાય છે.
સિક્યુરિટી ગાર્ડ ડરનો માર્યો બહાર ન નીકળ્યો
સિંહ જ્યારે હોટલમાં પ્રવેશ કરે છે ત્યારે હોટલનો સુરક્ષાકર્મી ડરનો માર્યો પૂરાયેલો રહે છે. સિંહ આવી ગયાની જાણ થતાં તે ફફડી ઉઠ્યો હતો અને કેબિનની અંદર જ પૂરાયેલો રહ્યો હતો. જોકે, હોટલમાં આંટાફેરા કરીને સિંહ પરત જતો રહેતા સુરક્ષાકર્મીએ રાહતનો શ્વાસ લીધો હતો.
જંગલનો રાજા શહેરમાં આવ્યો! જૂનાગઢમાં આવેલી હોટલમાં સિંહના આંટાફેરા pic.twitter.com/N2ngBQylRt
— News18Gujarati (@News18Guj) February 10, 2021
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ શહેરના જોશીપરાના સરદારપરા રહેણાંક વિસ્તારમાં સિંહ જોવા મળ્યો હતો. આમ જંગલમાં રહેતો સિંહ હવે રાત્રે બિન્દાસ બનીને શહેરમાં આંટાફેરા કરી રહ્યો છે. જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ બનાવ આઠમી ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે બન્યો હતો. સિંહે દોઢથી બે મિનિટ સુધી હોટલમાં આંટાફેર માર્યા હતા અને બાદમાં બહાર નીકળી ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

