લીંબડીમાં કિશોરે NEETનું પરિણામ ખરાબ આવવાનાં ડરથી જીવન ટૂંકાવ્યું, ‘મમ્મી તું અને ભાઇ હિંમત રાખજો અને વટથી જીવજો’
લીંબડીનાં કિશોરે નીટની પરીક્ષાનું પરિણામ સારૂં નહીં આવે તેવું વિચારીને તળાવમાં ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી છે. સ્થાનિક પોલીસે હાલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, લીંબડી ખારાવાસ વિસ્તારમાં રહેતો 18 વર્ષનો યશ બાબુભાઈ પરમારે ગાયત્રી મંદિર પાસેના તળાવમાં ઝંપલાવ્યું છે. આ ઘટનાની જાણ થતા પરિવાર પર જાણે આભ પડ્યું હોય તેવો આઘાત લાગ્યો હતો. ગામ લોકોમાં પણ શોકની લાગણી છવાઇ ગઇ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ જાહિદ બેલીમ, નરેશ ચૌહાણ, વિક્રમ કારડીયા, શાહરૂખ, જગદિશ દેવીપૂજક, જયંતિ દેવીપૂજકે 5થી 6 કલાક તળાવનાં પાણીમાં કિશોરના મૃતદેહની શોધખોળ કરી હતી. ભારે જહેમત બાદ યશ બાબુભાઈ પરમારનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. જે બાદ તેને તાત્કાલિક લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાંના તીબીબોએ કિશોરને મૃત જાહેર કર્યો હતો.
લીંબડી મામલતદાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને વઢવાણ તૈરવૈયા ટીમને જાણ કરી હતી. વઢવાણ તૈરવૈયા ટીમ આવે તે પહેલાં સ્થાનિક તૈરવૈયાઓથી તળાવમાં શોધખોળ કરતા યુવાનની લાશ શોધી કાઢવામાં આવી હતી.
કિશોરની સ્યૂસાઇડ નોટ –
સ્યૂસાઇડ નોટમાં કિશોરે લખ્યું છે કે, ગુજકેટમાં જે રિઝલ્ટ આવ્યું તેવું જ રિઝલ્ટ નીટમાં આવશે તો? આ બીકથી મે આ કર્યું છે. કોઇના દબાણમાં આવીને નથી કર્યું. મારી આખરી ઇચ્છા છે કે ચિંતનભાઇને કેપેબલ બનાવીને જ મ્મમી તુ જંપજે. તેના માટે તેની પાસેથી મોબાઇલ લઇ લેજો અને સાદો મોબાઇલ આપજો. હું તો તારી ઇચ્છા પુરી ન કરી શક્યો તમેતો મારી આખરી ઇચ્છા પુરી કરજો. I am sorry mummy. તુ અને ભાઇ બંન્ને હિંમત રાખજો અને આ દુનિયામા વટથી જીવજો. I am Sorry ભાઇ.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

