ધારાસભ્ય સંગીતા પાટીલનો વીડિયો વાઇરલ: ‘પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવવું, પોલીસ ના છોડે તો મને ફોન કરો’
સુરત લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. MLA સંગીતા પાટીલનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ સેખી મારતા નજરે પડી રહ્યા છે. હાલ કોરોના વાયરસના કારણે રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે અને સરકાર તેનો કડક અમલવારી કરાવવા પોલીસ વિભાગને જણાવ્યું છે ત્યારે ધારાસભ્ય સંગીતા પાટીલે સેખી મારીને વિવાદોમાં ફસાયા છે.
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ વાયરલ થયેલા વીડિયામાં ભાજપના પેજ પ્રમુખો રાત્રે ફરવાની છૂટ આપી છે. તેમણે પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવવા અનુરોધ કર્યો છે અને તેમ છતાં પોલીસ ના છોડે તો મને ફોન કરો તેવું સંગીતા પાટિલે જણાવ્યું છે. સોશિયલ મીડિયામાં સંગીતા પાટિલનો લાઈવ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે સુરત લિંબાયતના MLA સંગીતા પાટીલનો વીડિયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ પેજ પ્રમુખના કાર્ડનો દુરપયોગ કરવાનું ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલ જ પેજ પ્રમુખોને જણાવી રહ્યા છે. તેમના લાઈવ વીડિયોમાં સ્ટેજ પરથી સ્પષ્ટ બોલી રહ્યા છે કે, પોલીસ પકડે તો ભાજપનો કાર્ડ બતાવો, પોલીસ નહિ છોડે તો મને ફોન કરજો. અમે ભાષણ કરવા કેટલીક જગ્યા પર જઈએ છે તો પાણી પણ નથી મળતું પીવાનું, તો પણ જઈએ છીએ.
લિંબાયતના MLA સંગીતા પાટીલનો વીડિયો રવિન્દ્ર નામના ભાજપના કાર્યકર્તા દ્વારા ઉતારવામાં આવ્યો હતો, અને આ કાર્યકર્તાએ ફેસબુક પર આ વીડિયો લાઈવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયો ત્રણ દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવીએ કે લીંબાયત વિધાનસભાના MLA સંગીતા પાટીલ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

