માનવતાનો અનન્ય દાખલો: આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું, 45 દિવસની હેનીને ફરીસ્તા બનીને લિંબાસીયા દંપતીએ દત્તક લીધી અને સારવાર કરવા માટે ઘરવખરી પણ વેચી નાખી

આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિત અમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45 દિવસની હેનીએ મોટા ભાઇ, નાની અને માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.

બાળકી જીવવાનું કારણ બની ગઈ

માસૂમ હેનીના જીવનમાં અંધકાર છવાઇ ગયો હતો. દુર્ઘટનામાં હેનીનો ચહેરો એટલી હદે બળી ગયો હતો કે તે જીવશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું. એટલું જ નહીં પણ તેની સારવાર પણ ખર્ચાળ પુરવાર થશે તેવી વાત તબીબોએ કરી હતી. આગની દુર્ઘટનામાં પુરો પરિવાર ખત્મ થઇ ગયા બાદ આ કરૂણાંતિકા પાછળ માસુમ હેની સિવાય કોઇ રડવા વાળો પણ ન બચ્યો હોય ત્યારે તેની સારવાર અને ભવિષ્ય વિશે તો કંઇ કહેવું પણ અઘરું હતું. દુનિયાની કડવી વાસ્તવિકતાથી અજાણ માસૂમ હેનીની તે સમયે સંભાળ લેવા કોઇ તૈયાર ન હતું તેવામાં માસુમ હેનીના પિતાના મિત્ર ફરીસ્તા બની આવ્યાં અને માંડ સવા મહિનાની બાળાને દત્તક લીધી.

આઠ મહિના બાદ હેની ફરી એક વખત ખિલ-ખિલાટ કરતી જોવા મળી રહી છે. હેનીના પાલક માતા-પિતાને તેણીએ 10 વર્ષની સંતાન પ્રાપ્તિની ખેવના પણ પૂર્ણ કરી દેતા તે લિંબાસિયા દંપતી માટે જિંદગી જીવવાનું કારણ બની ગઇ છે. હેનીની સારવારમાં પડી રહેલી હાલાકીના લીધે માતા-પિતા હવે લાડકવાયીને તબીબ બનાવવાની તૈયારીમાં જોતરાઇ ગયા છે.

દિવાસળી ચાંપતા જ આગ લાગી

16મી જાન્યુઆરી-2019નો દિવસ મુળ અમરેલીના હાલ કામરેજના વેલંજાની કામધેનુ સોસાયટીમાં રહેતા કોલડીયા પરિવાર માટે કાળો દિવસ હતો. ભાવેશ કાળુ કોલડીયા અને પત્ની દક્ષાબેનબીજા સંતાનમાં દીકરી આવવાથી ખુબ ખુશ હતાં. ઘરમાં ગેસ સિલિન્ડર ન હોવાથી નજીકમાંથી ગેસ બોટલ લઇ આવ્યાં હતાં. સવારે ચા મુકવા દક્ષાબેન કિચનમાં ગયા ત્યારે ભાવેશભાઇ બજારજવાની તૈયારી કરી રહ્યાં હતાં. 5 વર્ષનો દીકરો નિરવ અને સાસુ કપિલા બેન પણ ઓરડામાં હતાં અને 45 દિવસની હેની પલંગ ઉપર સૂઇ રહી હતી. દિવાસળી ચાંપતાં જ ગેસ લીકેજના લીધે ફ્લેશ ફાયરથી પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરી ગઇ હતી. જેમાં તમામ સભ્યો લપેટમાં આવી ગયા હતાં. ભાવેશભાઇએ માસુમ હેનીને બચાવવા તેની ઉપર ઢાળ બનીને સુઇ ગયા હતાં પણ તેનો ચહેરો ગંભીર જ્વાળાના લીધે બળી ગયો હતો.

નિસંતાનપણાનું દુ:ખ ભૂલાવી દીધું

નિલેશભાઇ લિંબાચીયા અને તેમના પત્નીને દસ વર્ષના દામ્પત્ય જીવન દરમિયાન સંતાન ન હતું. પણ તેમણે માસૂમ હેનીને દત્તક લીધાં બાદ અને તેની સારવારમાં પોતાના નિસંતાનાપણાનાદુ:ખને પણ ભૂલાવી દીધું.

હેનીની માતાની અંતિમ ઇચ્છા

કોલડીયા પરિવારના તમામ લોકોને કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન ભાવેશભાઇના પત્ની દક્ષાબેનને મોત નજીક લાગતા તેમણે પોતાના પતિના મિત્ર અને વરાછાના મારુતિ કોમ્પ્લેક્ષમાં રહેતાં નિલેશ બાબુભાઇ લિંબાસીયા માસુમ હેનીની સંભાળ રાખે તેવી અંતિમ ઇચ્છા વ્યકત કરી હતી.

દર મહિને 35 હજારનો ખર્ચ

ગંભીર રીતે દાઝેલી હેનીની સારવાર પાછળ દર મહિને 35 હજારની દવા અને પાઉડરનો ખર્ચ થઇ રહ્યો હોવાથી નિલેશભાઇ ઘરેણાં અને ઘર વખરી પણ વેચી કાઢી છે. તેમણે વ્યાજે નાણા લઇતેની સારવાર ચાલુ રાખી છે. એટલું જ નહીં પણ હેનીને ઉચ્ચ કક્ષાનું અભ્યાસ આપી તબીબ બનાવવાની પણ ઇચ્છા વ્યક્ત કરી છે.

જો તમે નિલેશભાઈને હિંમત અને આર્થિક સહકાર આપવા માંગતા હોય તો એમના ઘરે રૂબરૂ જઈને ખાલી એકવાર દીકરીના માથે હાથ ફેરવીને નિલેશભાઈને પાંચ પૈસા આપતા આવજો….દુનિયાની તમામ ખુશી અને સ્વર્ગ પણ ત્યાં ઝાંખા પડે એટલી મજા આવશે..

(નિલેશભાઈને રૂબરૂ મળશો તો એને હિંમત વધશે અને દીકરીને પણ રમાડવા મળશે એટલે મોબાઈલ નંબર કે બેન્ક ખાતા નંબર નથી મુકતા)

શ્રી નિલેશભાઈ લીંબાસીયા
ફ્લેટ નંબર – 402, મારુતી કોમ્પ્લેક્સ,
અંકુર સોસાયટી વિભાગ – ૧ ની વાડીની બાજુમાં,
અંકુર ચોકડી, એ.કે રોડ, વરાછા – સુરત

અહેવાલ – મોઇન શેખ,સુરત.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો