સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ વાજાની શીખ.

જૂનાગઢ:- જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહી અને સિમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૪૦૦ બાળકોને સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નાસ્તા અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. મધ્યાહન ભોજન યોજના કેન્દ્રના સંચાલકોની હડતાળને લઈ શાળાના બાળકોને ભોજન મેળવવું મુશ્કેલ બનેલ. આવી મુશ્કેલી નિવારવા માટે જૂનાગઢના ખામધ્રોળ ખાતેના ૬૬ કૅ.વી. વિસ્તારમાં આવેલ વીડી વિસ્તાર સીમ પ્રાથમિક શાળા ખાતે સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઇ વાજા અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા સમૂહ લગ્નનાં પ્રણેતા હરસુખભાઈ વઘાસીયાના નેજા નીસચે નાસ્તા સાથે શૈક્ષણિક કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

દાતાઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં મેયર આદ્યશક્તિબેન મજમુદાર, દાતારી રાજેશભાઈ લાલચેતા, દાતાર સેવક બટુકબાપુ, દાતા વજુભાઈ ધકાણ, પૂર્વ કોપોંરૅટર લખુભાઇ સોલંકી, ધારાસભ્યશ્રીના સુપુત્ર મનોજભાઇ જોશી, અંધ કન્યા છાત્રાલયના સી…જે. ડાંગર, સ્કૂલના આચાર્ય હંસાબેન ગોંડલીયા વગેરેના હસ્તે ૪૦૦ વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો કરાવી અને પેન્સી, બોલપેન તેમજ ચોપડા સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી.

આ પ્રસંગે સમૂહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયા અને મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજાએ જણાવેલ કે, આજના સમયમાં કર્મની સાથે જ્ઞાન મહત્વના છે. આ ત્રણેય સદ્ગુણોને અપનાવવા જોઇએ. કોઇ ગરીબ નથી આપણે સૌ ભારતમાતાના સંતાનો છીએ. નાસ્તો અને શૈક્ષણિક કીંટનું વિતરણ એ ઉપકાર નથી પરંતુ માનવી તરીકેની ફરજ બજાવીએ છીએ તેમ જણાવીને બાળકોને જ્ઞાન થકી કર્મ કરવા શીખ આપી હતી.

આ તકૅ મધ્યાહન ભોજન કૅન્દ્રોના સંચાલકોની હડતાલ જયાં સુધી ચાલશે ત્યાં સુધી સીમ પ્રાથમિક શાળામાં બાળકોને સત્યમ સેવા યુવક મંડળ તરફથી નાસ્તો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો