ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: ચૂંટણી પહેલાં એક સાથે એક મંચ પર જોવા મળશે પાટીદાર સમાજ, આવતી કાલે ખોડલધામમાં યોજાશે મહત્વની બેઠક

ગુજરાતની રાજનીતિના એક મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં 2022 ની ચૂંટણી પહેલા પાટીદાર સમાજ એક મંચ પર આવશે. વર્ષો બાદ લેઉવા-કડવા પાટીદાર સમાજની એક મંચ પર બેઠક આવતી કાલે સવારે 10 કલાકે ખોડલધામ કાગવડ યોજાવાની છે. ત્યારે આ બેઠકો ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠકો બની રહે તેવી શકયતા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

2022ની ચૂંટણી પહેલા પાટીદારોના બે ફાંટા કડવા અને લેઉવા ફરીથી એકઠા થઈ રહ્યા છે. પાટીદારોના આ બન્ને ફાંટા વચ્ચે કેટલાક તફાવતો અને ભેદભાવો સ્પષ્ટ છે. પરંતુ હવે એક થવાનો ફરીથી સમય આવ્યો હોય એમ લાગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી બન્ને સમાજના અગ્રણીઓ એકતા માટે પ્રયાસ કરી રહ્યાં છે.

એ સંદર્ભે 12મી જૂને મળનારી પાટીદાર બેઠક મહત્વની સાબિત થશે. કેમ કે તેમાં બન્ને સમાજના આગેવાનો એકઠા થવા જઈ રહ્યા છે. ખોડલધામ ખાતે મળનારી આ બેઠક ગુજરાતના રાજકારણ માટે પણ મહત્વની સાબિત થશે. આ બેઠક ખોડલધામ કાગવડ ખાતે સવારે 10 કલાકે યોજાશે. ગુજરાતમાં રાજકીય પક્ષોની ઉથલ-પાથલ વચ્ચે મહત્વની બેઠક છે.

બેઠકમાં ઉપસ્થિત રહેનાર આગેવાન

1. નરેશ પટેલ
2. મથુર સવાણી, સુરત
3. લવજી બાદશાહ, સુરત
4. જયરામ પટેલ, સીદસર મંદિર
5. દિલીપ નેતા , ઊંઝા મંદિર
6. વાસુદેવ પટેલ, સોલા ઉમિયા કેમ્પસ
7. રમેશ દૂધવાળા, સોલા ઉમિયા કેમ્પસ
8. આર.વી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન
9. ગગજી સુતરીયા, સરદાર ધામ
10. દિનેશ કુંભાણી, ખોડલધામ ટ્રસ્ટી

નરેશ પટેલે કહ્યું હતું રાજકારણમાં પાટીદારોની નોંધ લેવાતી નથી
જાન્યુઆરી, 2021માં ઉંઝા ખાતે કડવા અને લેઉવા પાટીદાર સમાજ વચ્ચે બેઠક યોજાઈ હતી. ઉમિયાધામની મુલાકાત દરમિયાન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે, રાજકીય અને સામાજિક બાબતોમાં જ્યારે પાટીદાર સમાજની નોંધ લેવામાં આવતી નથી. જીડીપી વધારી શકે તેવી શક્તિ પાટીદાર સમાજમાં છે, ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રમાં પાટીદાર ભાઈઓ છે. લેઉવા અને કડવા પાટીદાર સમાજ ક્યારેય અલગ રહ્યો નથી, બન્ને સાથે મળીને શૈક્ષણિક અને સમાજના ઉત્થાન માટેના કાર્યો કરી રહ્યાં છે. સમાજના યુવાઓને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઉંઝા અને કાગવડ હંમેશા તેમની પડખે રહ્યાં છે.

પટેલ પાવર

  • ગુજરાતની વસ્તીમાં 15% હિસ્સો
  • ગુજરાતમાં અટકના મામલે નંબર 1, ભારતમાં અટકના મામલે નંબર 2
  • એક નાયબ CM સહિત સરકારમાં 7 મંત્રીઓ
  • ગુજરાતમાં કુલ 44 પટેલ ધારાસભ્યો
  • સાંસદો જેમાં 6 લોકસભા અને 3 રાજ્યસભામાં
  • 35થી વધારે IAS સહિત વહીવટી તંત્રમાં ઉચ્ચ અધિકારીઓ
  • 40થી વધારે IPS સહિત પોલીસ ખાતામાં ઉચ્ચ અધિકારીઓ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો