વધેલા ભોજનનો બગાડ કરતા લોકો માટે હૃદય દ્રાવક વિડિયો, જુઓ જ્યારે વૃદ્ધે રોટલી પાણીથી ધોઈને ખાધી

ઘણી વખત આપણે પાર્ટી, હોટલ, લગ્ન અથવા પોતાના ઘરમાં ભોજન કરતી વખતે થાળીમાં વધેલું ભોજન મુકી દઈએ છીએ. ભારત જ નહીં આખી દુનિયામાં ભોજનનો વેડફાટ આ રીતે થતો જ રહેતો હોય છે. થાળીમાં વધેલું ભોજન મુકી દેવું એ તો જાણે એક ફેશન બની ગઈ છે. એક તરફ હજારો લોકો અન્નના દાણાં માટે તરસે છે. કુપોષણના શિકાર છે તો ત્યાં જ રોજ લાખો ટન ભોજનનો બગાડ થાય છે. ભોજનનો બગાડ કરનાર લોકોને પાઠ ભણાવતો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

હકીકતે @upcopsachin નામના એક યુઝરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેને કેપ્શનમાં લખ્યું કે ભુખ જ તો છે, જે કોઈને પેટ ભરાઈ જવા પર રોટલી ફેંકાઈ દે છે અને કોઈ પાસે આજ રોટલી બીજી વખત ઉપાડીને ધોવડાઈ લે છે. હૃદય દ્રાવક વીડિયો! આ વીડિયો કોઈ રેલવે સ્ટેશનનો છે. જેમાં જોઈ શકાય છે કે એક વૃદ્ધ વ્યક્તિ રોટલીને ધોઈને ખાઈ લે છે.

આ વીડિયો ક્યારનો છે અને ક્યાનો છે તેની જાણકારી તો હજુ નથી મળી પરંતુ એટલું જરૂર છે તેણે લોકોના હૃદયને સ્પર્શી જશે. સોશિયલ મીડિયો પર આ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં જેટલું ભોજન તૈયાર થાય છે તેના ત્રીજા ભાગનું એટલે કે લગભગ 1 અરબ 30 કરોડ ટનો વેડફાટ થાય છે. વેડફાઈ રહેલા ભોજનથી બે અરબ લોકોની ભુખ સંતોષી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો