કોરોનાના લક્ષણો દેખાય તો વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું: એક્સપર્ટે આપ્યા જવાબ

સિવિલની 1200 બેડ હોસ્પિટલ સહિત સિવિલના કેમ્પસની હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજન બેડ મળતા નથી. કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે વ્યક્તિએ શું કરવું અને ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ એ અંગે સિનિયર ચેસ્ટ ફિઝિશિયન ડો. નરેન્દ્ર રાવલ, ફિઝિશિયનના સિનિયર એમડી ડો. પ્રવીણ ગર્ગ તેમજ ઝાયડસના કાર્ડિયોલોજિસ્ટ ડો. સુનીલ થાનવી પાસેથી સલાહ મેળવી હતી.

1. કોરોનાનાં પ્રારંભિક લક્ષણમાં શું કરવું?

જ્યારે પણ તાવ, શરદી, આંખો લાલ જેવાં લક્ષણો દેખાય તો સૌ પહેલા વ્યક્તિએ આઇસોલેટ થવું તેમજ ખાંસી અને તાવ આવે તો તાત્કાલિક કોરોના ટેસ્ટ કરાવીને ડોક્ટરની સલાહ લેવી.

2. હોમ આઇસોલેશન દરમિયાન શું કરવું?

સમયસર દવા લેવી, ફેફસાંની કસરત કરવી, ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલની નોંધ રાખવી, દવા લેવા છતાં તાવ ન ઘટે, સીટી સ્કેનમાં સ્કોર વધે તો વાયરસ એક્ટિવ હોવાનું માની સાવધાની લેવી.

3. ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી?

94 ટકાથી ઓછું ઓક્સિજન લેવલની સાથે 5 દિવસ સુધી 100 ડીગ્રીથી વધુ તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો, ડાયેરિયા-વોમિટિંગ હોય તો જ હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.

4. ફેફસાંમાં સંક્રમણની ખબર કેવી રીતે પડે?

શરીરમાં ઓક્સિજનનું લેવલ અને પલ્સ રેટ ચેક કરવા, ત્યાર બાદ 6 મિનિટ સુધી ચાલવું અને તરત જ ઓક્સિજન અને પલ્સ રેટ ચેક કરવા અને એમાં 5 આંકડા જેટલો ઘટાડો થયો હોય તો ફેફસાંમાં ન્યુમોનિયા હોવાની શક્યતા રહેલી છે.

5. સીટી સ્કેન કયારે કરાવવો જોઇએ?

લક્ષણના 5થી 6 દિવસે સીટી સ્કેન કરાવવો. ડાયાબિટીસ હૃદય તેમજ 65 વર્ષથી વધુનાએ વિશેષ કાળજી લેવી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો