બગસરાના મોટા મુંજીયાસર ગામે વાડીમાં ખાટલે સુતેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરી 200 ફૂટથી વધુ ઢસડયા, પેટનો ભાગ અને પગ કરડી ખાતા મોત

બગસરાના મોટા મુંજીયાસર ગામે રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વજુભાઇ ધનજીભાઇ બોરડ (ઉ.50) નામના ખેડૂત ગત રાત્રે રખોપુ કરવા માટે પોતાની વાડીએ ગયા હતા. વાડીના ફરજામાં ખાટલા પર સુતા હતા ત્યારે મધરાત્રે માનવભક્ષી દીપડો આવી ચડ્યો હતો. દીપડાએ ભરનિંદ્રામાં રહેલા વજુભાઇને બોચીથી પકડી 200 ફૂટથી વધુ ઢસડી વાડીની બહાર ખેતરમાં લઇ ગયો હતો. બાદમાં પેટનો ભાગ અને એક પગ કરડી ખાતા તેનું મોત નીપજ્યું હતું.

વજુભાઇએ બચવા ઘણા વલખા માર્યા

વજુભાઇએ દીપડાના મુખમાંથી છૂટવા માટે ઘણા તરફડીયા અને વલખા માર્યા હતા. પરંતુ ખુંખાર દીપડાની ચુંગાલમાંથી તેઓ છૂટી શક્યા નહોતા અને મોતને વ્હાલું કર્યું હતું. મોટા મુંજીયાસર ગામની આ બીજી ઘટના છે. આથી ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી છે. દીપડાના આતંકથી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા માટેની કામગીરી હાથ ધરી છે. તેમજ ખેડૂતના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(અહેવાલ-તસવીર: જયદેવ વરૂ, અમરેલી)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો