કોરોનાના સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટી વધારવા આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહે જણાવ્યા 5 ઉપાય

કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે આયુર્વેદમાં દર્શાવેલ ઉપાયો અપનાવવાની સલાહ આપી છે. દેશના વડાપ્રધાને લોકોને તેને સ્વીકારવાની વિનંતી કરી છે. આયુષ મંત્રાલયના કેન્દ્રીય આયુર્વેદ અને સિદ્ધ સંશોધન પરિષદના ડાયરેક્ટર પ્રો. વૈદ્ય કરતાર સિંહ ધીમાનના જણાવ્યા પ્રમાણે, કોરોના ડરની વચ્ચે ઉકાળો પીવાથી બીમારી સામે લડવાની ક્ષમતા વધે છે. ઓછામાં ઓછું તેને દિવસમાં બે વાર પીઓજોઈએ. પ્રો. વૈદ્ય કરતારસિંહ પાસેથી જાણો તેને કેવી રીતે બનાવવો અને આ સમયે આયુર્વેદના કયા ઉપાયથી ચેપ સામે લડવામાં મદદરૂપ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

આ રીતે બનાવો ઉકાળો

તુલસીના 4 પાંદડા, 1 લવિંગ, તજના ટુકડા અને 5-10 ગ્રામ આદુ છીણીને દોઢ કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે એક કપ સુધી થઈ જાય તો તમે મધ નાખીને પી શકો છો. જો ડાયાબિટીસની બીમારી હોય તો તેમાં ખાંડ કે મધ ન નાખો.

સંક્રમણથી બચવા અને ઈમ્યુનિટી વધારવાના 5 ઉપાય

  • 1) દિવસમાં બે વખત તુલસી, લવિંગ, તજ અને આદુથી તૈયાર કરવામાં આવેલ ઉકાળો પીઓ. તેમાં એવા ઘણા તત્ત્વ છે જે રોગ સામે લડવાની ક્ષમતા વધારે છે.
  • 2) દરરોજ ઘી, તલ અથવા કોપરેલ તેલનાં  બેથી ત્રણ ટીપાં નાકમાં નાખો. આવું કરવાથી કોઈ પણ વાઈરસ મ્યૂકસ મેમ્બ્રેન એટલે કે હુમલો કરી શકશે નહીં
  • 3) ગરમ પાણી પીઓ, તેનાથી કફનું જોખમ ઓછું થઈ જાય છે. ગરમ પાણીથી ગળામાં વાઈરસની અસર નબળી પડી જાય છે.
  • 4) હળદરવાળું દૂધ પી શકો છો. જો તે પસંદ ન હોય તો ગુરીચી અથવા ગિલોયનો રસ કાઢી શકો છો. ગિલોય ઘનવટી અથવા ગુરીચીની ઘનવટીની ગોળી ઉપલબ્ધ છે તો તે પણ લઈ શકો છો. તેનાથી ઈમ્યૂન પાવર જળવાઈ રહે છે અને તાવ નથી આવતો.
  • 5) વ્યાયામ, યોગ, પ્રાણાયામ કરો અને મનને શાંત રાખો. મન પર આ બીમારીનો ભય હાવી ન થવા દો. મન મજબૂત રહેશે અને બીમારી સામે લડવાની ક્ષમતા મજબૂત બનશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો