સુરતમાં મહિલાઓ બની રણચંડી: રાજકીય પાર્ટીના બે નેતાઓને મહિલાઓએ ઓફિસમાં ઘૂસી માર માર્યો, જુઓ વીડિયો
સુરત શહેરમાં મહિલાઓ રણચંડી બની હોઇ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં એક પાર્ટીની ઓફિસમાં બેસેલા પ્રમુખ પર મહિલાઓ જાણે આભ બનીને તુટી હોઇ તેવા વિડયો સામે આવ્યા છે. આ મહિલાઓએ પાર્ટીના પ્રમખ પર મહિલાઓના શોષણનો આક્ષેપ લગાવી તેને માર મારવાની શરૂઆત કરી હતી. જોતા જોતા મહિલાઓના હાથમાં જે આવતું હતું તે એ યુવાનને મારતા હતા. એમા પણ ખાસ કરીને એક મહિલાએ યુવાને પહેરેલો બેલ્ટ કાઢીને તેને માર્યો હતો. આ સમગ્ર મામલો ઉધના પોલિસ મથક ખાતે પહોચ્યો હતો.
સુરત: મહિલાઓ બની રણચંડી, સ્વાભિમાન પાર્ટીના પ્રમુખની કરી ધોલાઈ pic.twitter.com/2LsILppBIA
— News18Gujarati (@News18Guj) September 11, 2020
સમગ્ર ઘટનાની હકીકત એવી છે કે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન સામે આવેલ મહાવિર આર્કેડમાં સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીની ઓફિસ આવેલી છે. જેમાં બપોરના સમયે પાર્ટીના અધ્યક્ષ ચંદ્રભાન સોનવણે બેસેલા હતા. તે સમયે એક નહિ પરંતુ ત્રણ થી ચાર મહિલાઓ આવીને ચંદ્રભાનને ખીજાવા મળી હતી. જેથી ત્યા ઉભેલા લોકો દુર ખસી ગયા હતા. ત્યાર બાદ મહિલાઓ પર જાણે ચંડિનું રૂપ સવાર થયું હોઇ તેમ સોનવણે પર તુટી પડી હતી અને તેને ઢોર માર માર્યો હતો.
એમા પણ ખાસ કરીને મહિલાઓએ જે સામાન હાથમાં આવ્યો તેના વડે યુવાનને માર્યો હતો. હાથથી, બેલ્ટ થી, ચપ્પલ વડે, ખુરશીથી મારમારવામાં આવ્યો હતો. મહિલાઓ દ્વારા આકશેપ કરવામાં આવ્યો હતો કે આ પાર્ટીની ઓફિસમાં મહિલાઓનું શોષણ થાય છે. જેને લઇને મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, મહિલાઓ આ હદે રોષે ભરાઇ હતી કે તેમણે સોનવણને રોડપર લાવી કાર્યાલય પર તાળા પણ મારી દીધા હતા.
આ સમગ્ર ઘટનાને લઇને ઉધના પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મહિલાઓ અને સોનવણેને પોલિસ મથક ખાતે લઇ આવી હતી. જયા લાબી બબાલ બાદ સ્થાનીક આગેવાનો વચ્ચે પડતા મહિલાઓ અને સોનવણે વચ્ચે સમાધાન થયું હોવાનું મોડી સાંજે જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

