‘વોટર હેલ્પલાઇન’ એપ શરૂ, હવે મતદાર યાદીમાં નામની નોંધણી, સુધારા થઈ શકશે ઘરેબેઠાં જ

હવે ‘વોટર હેલ્પલાઇન’ એપ પરથી મતદાર યાદીમાં નામ નોંધણી અને સુધારો ઘરેબેઠાં થઇ શકશે. નાગરિકોને મામલતદાર કચેરી સુધી જવાની જરૂર નથી. આ એપ એન્ડ્રોઇડ અને IOS બંને પ્રકારના મોબાઇલને સપોર્ટ કરતા હોવાથી લોકોને સરળતા રહેશે.

અત્યાર સુધી મતદાર યાદીની વિગતોમાં સુધારો અથવા નવા મતદાર તરીકે નોંધણી માટે સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી પર જવું પડતું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન ગાંધીએ કહ્યું કે, વોટર હેલ્પલાઇન એપથી મતદાર યાદીમાં નામ ચકાસી નવા નામ ઉમેરવાં અને વિગતોમાં સુધારો ઘરેબેઠાં જ કરી શકાશે. પોતાના મોબાઇલથી એપ્લિકેશન આ સુવિધાનો લાભ લઈ શકાશે. પરિવારના તમામ સભ્યોની વિગતો અપલોડ કરી શકાશે. નાગરિકોએ વિગતો તેમના મોબાઇલમાં સેવ કરી રાખવી પડશે. 1 જાન્યુઆરી 2019એ 18 વર્ષ પૂરા કરનારા ફોર્મ 6 દ્વારા નામ એપથી નોંધણી કરાવી શકશે.

એપ આ રીતે ચાલશે

  • પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી મતદાર ઓળખકાર્ડ નંબર, મોબાઈલ નંબર નાખો.
  • મોબાઈલ પર OTP (વન ટાઇમ પાસવર્ડ) આવે પછી એપમાં દાખલ થઈ શકાશે.
  • એપમાં કરેક્ટ અને ઈનકરેક્ટ એમ બે ઓપ્શન દેખાશે. જરૂર મુજબ સુધારા કરવાના રહેશે.
  • સુધારેલા સંબંધિત દસ્તાવેજ પણ એપ પર અપલોડ કરી શકાશે.
  • તમામ બાબત વેરિફાય કરી સબમિટ કરતાં ચેક લિસ્ટ આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો