જો ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નાગરિકો દંડ ભરે તો તંત્રએ પણ તેમની ભૂલ બદલ દંડ ભરવો જ રહ્યો

એકબાજુ રાજ્ય સરકારે ટ્રાફિકના નિયમો સહિત મોટર વ્હિકલ એક્ટ અંતર્ગત નિયમોના ભંગ કરવા બદલ થતા દંડમાં હજારો રૂપિયાનો વધારો કર્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખી સ્થાનિક તંત્ર સામે પણ દંડની જોગવાઈ કરવાની માગ કરી છે. સરકાર દંડના નામે નાગરિકો પાસેથી હજારો રૂપિયાનું ઉઘરાણું કરે છે, જ્યારે તે દંડનો ઉપયોગ પ્રજાના કામોમાં થતો નથી તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

અકસ્માત માટે જવાબદાર કોણ?

ઉલ્લેખનીય છે કે, પહેલા જ વરસાદમાં નબળી કામગીરીને કારણે રસ્તાઓ ધોવાઈ જાય છે. રસ્તાઓ પર ખાડા પડી જાય છે, ભૂવા પડી જાય છે. આ ઉપરાંત સિગ્નલો બરાબર રીતે કામ નથી કરતા હોતા. રસ્તાઓ પરની સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે, જ્યાં ત્યાં રોડ પર કચરો હોય છે. જેને કારણે વારંવાર અકસ્માત થતા હોય છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, હજારો રૂપિયાનો દંડ પ્રજા પાસેથી ઉઘરાવતા હોવા છતાં તંત્ર પ્રજાની સુરક્ષાને અને સરળતાને ધ્યાને રાખીને ઉપરોક્ત તમામ કામ કરવામાં નબળી સાબિત થઈ છે. દંડના કર્યા પછી પણ રસ્તાઓ સમયસર સરખા નથી કરવામાં આવતા, રસ્તાઓ નબળા બનાવવામાં આવે છે, રસ્તાઓની સફાઇ કરવામાં નથી આવતી તેવા આક્ષેપો કર્યા છે.

રખડતા ઢોરનો ઉપાય શું?

આ સાથે રાજ્ય સરકાર રખડતા ઢોર મામલે પણ સાવ ઉદાસીન કામગીરી કરી રહી છે. રસ્તા પર રખડતા ઢોરને કારણે વારંવાર નાગરિકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આ ઉપરાંત કૂતરાંઓનો ભોગ પણ નાગરિકો બનતા હોય છે. હમણાં થોડા સમય પહેલા જ વડોદરામાં એક નાગરિકે કૂતરું કરડવાથી ગ્રાહક કોર્ટમાં સરકાર સામે વળતરની માગ કરતી અરજી કરી હતી.

કોંગ્રેસે રાજ્ય સરકારને પત્ર લખી તંત્રને દંડ ફટકારવાની માગ કરી

આ મામલે કોંગ્રેસ સરકાર સામે સ્થાનિક તંત્રને પણ દંડ ફટકારવાની માગ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે, જે રીતે નિયમો તોડવા બદલ નાગરિકોને હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે, તે રીતે પ્રજાજનોને સુવિધા પૂરી ન પાડવા બદલ સ્થાનિક વહીવટી તંત્રને પણ હજારો રૂપિયાનો દંડ ફટકારવો જોઇએ.

કોના માટે કેટલો દંડ હોવો જોઇએ?

કારણજવાબદાર કોણ?દંડ
ખરાબ સિગ્નલસંબંધિત-જવાબદાર અધિકારી10,000
રસ્તા પર ખાડાસંબંધિત અધિકારી20,000
રસ્તા પર ભૂવાસંબંધિત-જવાબદાર અધિકારી50,000
ફૂટપાથ પર દબાણસંબંધિત-જવાબદાર અધિકારી20,000
રોડની સ્ટ્રીટ લાઇટ બંધસંબંધિત-જવાબદાર અધિકારી25,000
રોડ પર કચરોસંબંધિત-જવાબદાર અધિકારી25,000
સ્ટ્રીટ લાઇટ નહીંસંબંધિત-જવાબદાર અધિકારી30,000
સમયસર રસ્તો રિપેરિંગ ન થાય તોસંબંધિત-જવાબદાર અધિકારી50,000
ખાડા-ભૂવાથી નાગરિકોના અકસ્માતસંબંધિત-જવાબદાર અધિકારીદવાનો ખર્ચો અને 5000 (નાગરિક સ્વસ્થ ન થાય ત્યાં સુધી રોજ)
રોડ પર પશુ ભટકાયસંબંધિત-જવાબદાર અધિકારી10,000
કૂતરું કરડેસંબંધિત-જવાબદાર અધિકારી14 ઇન્જેક્શન અને ખર્ચની રકમ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો