લેપટોપ શટડાઉન કરવાને બદલે સ્લીપ મોડમાં મૂકતા લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો સામે, ગાદલા પર મૂકેલું લેપટોપ ફાટતા ઘરમાં આગ લાગી, માંડ માંડ બચ્યો એન્જિનિયરનો જીવ

ગાઝિયાબાદ: તમને મોડી રાત સુધી લેપટોપ પર કામ કરવાની આદત છે? કામ પૂરું કર્યા પછી લેપટોપને યોગ્ય રીતે શટડાઉન નથી કરતા તો ચેતી જજો. કારણકે લેપટોપ બરાબર શટડાઉન ના થવાના કારણે રાજનગર એક્સટેન્શનની રિવર હાઈટ સોસાયટીમાં 7મા માળે રહેતા સોફ્ટવેર એન્જિનિયરના ઘરમાં આગ લાગી ગઈ. જે ગાદલા પર લેપટોપ મૂક્યું હતું તે બળીને ખાખ થઈ ગયું.

બીજા રૂમમાં ઊંઘી રહેલા એન્જિનિયરને આ ઘટનાની જાણકારી સવારે 8.30 કલાકે થઈ હતી. ધુમાડો તેના રૂમમાં પહોંચ્યો અને શ્વાસ રૂંધાવા લાગ્યો ત્યારે એન્જિનિયરને આગ લાગી હોવાની જાણ થઈ હતી. રૂમમાંથી બહાર આવીને તેણે જોયું તો લેપટોપ સળગી રહ્યું હતું અને આગ પથારીમાં ફેલાઈ ગઈ હતી. આ જોઈને ભયભીત થયેલો એન્જિનિયર જીવ બચાવવા માટે બાથરૂમમાંથી લોબીમાં થઈને પડોશમાં રહેલી દિવાલના પિલર પર ચઢી ગયો અને બૂમાબૂમ કરી હતી.

તેની બૂમો સાંભળીને સિક્યુરિટી ગાર્ડે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે એન્જિનિયરને દોરડાની મદદથી નીચે ઉતારવામાં આવ્યો હતો. સોફ્ટવેર એન્જિનિયર રાહુલ કુમાર નોએડાના સેક્ટર-62માં આવેલી એક નેટવર્કિંગ કંપનીમાં કામ કરે છે. રાહુલ પત્ની સાથે આ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે.

રાહુલે જણાવ્યું કે, તેની નાઈટ શિફ્ટ હતી. ઓફિસથી ઘરે આવ્યા બાદ તે કંપનીના લેપટોપ પર કામ કરતો હતો. કામ કરતી વખતે ઊંઘ આવતા લેપટોપ શટડાઉન કર્યા વિના જ સ્ક્રીન નીચે કરીને બીજા રૂમમાં જઈને ઊંઘી ગયો હતો. રાહુલની પત્ની સ્કૂલમાં ટીચર છે. એટલે સવારે તે સ્કૂલે જવા નીકળી ગઈ હતી. સવારે લગભગ 8.30 વાગ્યે આખા ઘરમાં ધુમાડો થઈ જતાં આગ લાગી હોવાનું ભાન થયું હતું.

સીએફઓ સુનિલ સિંહે જણાવ્યું કે, તપાસ કરતા માલૂમ થયું કે એન્જિનિયર રાહુલે લેપટોપ પર કામ કર્યા બાદ તેને શટડાઉન કરવાને બદલે સ્લીપ મોડમાં મૂકી દીધું હતું. લેપટોપમાં આગ લાગ્યા બાદ તેણે સમજદારી બતાવી અને બાલકની તરફ જતો રહ્યો. જેના કારણે તેનો જીવ બચ્યો હતો. ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા ત્યારે ઘરમાં ખાસ્સો ધુમાડો થઈ ગયો હતો. જેના કારણે આખો રૂમ કાળો થઈ ગયો હતો. ઘરમાં રહેલો સોફા પણ આગની લપેટમાં આવતા થોડો સળગ્યો હતો.

લેપટોપ પર કામ કરતી વખતે આ બાબતો યાદ રાખો

– પલંગ કે ખોળામાં રાખીને લેપટોપનો ઉપયોગ ના કરો. બેડ પર હંમેશા ધૂળના થોડા રજકણો હોય છે જે ફેનને બ્લોક કરે છે અને હીટ વધે છે. જેના કારણે ફેનમાંથી નીકળતી હીટ બહાર નથી આવી શકતી.

– લેપટોપનું કામ ના હોય ત્યારે તેને શટડાઉન કરીને મૂકી દેવું.

– લેપટોપ ને ક્યારેય ચાર્જિંગ પર મૂકીને જતા ના રહો. નુકસાન થઈ શકે છે.

– જે સ્થાન પર લેપટોપ મૂક્યો તે સપાટી હાર્ડ હોવી જોઈએ.
– બેટરીમાં કંઈ સમસ્યા થાય તો તરત બદલાવી દેવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો