નિવૃત્ત ફૌજીને ભાડૂઆત અને પુત્રવધૂ વચ્ચે અનૈતિક સંબંધોની શંકા જતા પુત્રવધૂ અને ભાડૂઆત સહીત 5 લોકોની ક્રૂર હત્યા કરી

હરિયાણા (Haryana)ના ગુરુગ્રામ (Gurugram)માં રૂંવાડા ઊભા કરતો એક મામલો સામે આવ્યો છે. અનૈતિક સંબંધોની આશંકાને કારણે એક શખ્સે પાંચ લોકોની ક્રૂરતાથી હત્યા (Murder) કરી દીધી. જેમાં બે મહિલાઓ, બે બાળકો અને એક પુરૂષ સામેલ છે. મામલો ગુરુગ્રામ જિલ્લાના રાજેન્દ્ર પાર્ક (Rajendra Park)નો છે , જ્યાં મકાન માલિકે (Landlord) જ પોતાની પુત્રવધૂ (Daughter-in-law), ભાડૂઆત (Tenant), ભાડૂઆતની પત્ની અને તેના બે બાળકો (Children)ની હત્યા કરી દીધી.

પાંચ લોકોની ક્રૂરતાથી હત્યા (Gurugram man killed five people) કરીને આરોપી જાતે પોલીસ સ્ટેશન (Police Station) પહોંચ્યો અને સરેન્ડર (Surrender) કરી દીધું. હત્યાના આરોપીએ પોતાની પુત્રવધૂ અને ભાડૂઆતની વચ્ચે અનૈતિક સંબંધ (Extra marital affair) હોવાની આશંકા હતી. જેને કારણે તેણે આ અંતિમ પગલું ભરીને પાંચ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મકાન માલિક રાવ રાય સિંહ જાતે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને આત્મસમર્પણ કરી દીધું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મામલાની તપાસ શરુ કરી દીધી છે. આરોપી નિવૃત્ત ફૌજી (Retired Army man) હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, આરોપીનું નામ રાવ રાય સિંહ (Rao Rai Singh) છે. આરોપીની તેમના વિસ્તારમાં સામાજિક કાર્યકર્તા (Social Worker) તરીકેની ઓળખ છે. લોકો તેમને ટ્રીમેન (Treeman) તરીકે ઓળખે છે. બીજી તરફ, પોલીસ તપાસમાં અત્યાર સુધી જાણવા મળ્યું છે કે એક ખાનગી બેંકમાં કામ કરનારા કૃષ્ણા તિવારી સહિત પાંચ લોકોની હત્યા થઈ છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે હત્યાનો આરોપ રાવ રાય સિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હત્યાની વાત કબૂલી, જેમાં તેની પુત્રવધૂ પણ સામેલ હતી, તો પોલીસકર્મીઓના હોશ ઊડી ગયા. પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને થોડા સમય માટે તો આરોપીની વાત સમજમાં જ ન આવી અને તેઓ આ વાત પર વિશ્વાસ જ ન મૂકી શક્યા. હત્યાના આરોપી રાવ રાય સિંહે પોતાની પુત્રવધૂ અને ભાડૂઆતની વચ્ચે અફેર ચાલતું હોવાની આશંકા હતી, જેને કારણે આટલી મોટી સંખ્યામાં હત્યાકાંડ થયો.

ગુરુગ્રામમાં સામૂહિક હત્યાકાંડની વણઝાર
નોંધનીય છે કે, વર્ષ 2019માં ગુરુગ્રામમાં પ્રકાશ સિંહ નામની વ્યક્તિએ પત્ની સોનૂ સિંહ, દીકરી અદિતિ અને દીકરા આદિત્યની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી દીધી હતી. તપાસમાં દરમિયાન સામૂહિક હત્યાકાંડમાં એક મોટો ખુલાસો થયો હતો કે વૈજ્ઞાનિક ડૉ. શ્રીપ્રકાશે જે હથિયારથી પોતાની દીકરી અદિતી, પત્ની સોનૂ અને દીકરા આદિત્યની હત્યા કરી હતી તે અદિતિ લઈને આવી આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો