કચ્છમાં માતાના મઢ નજીક મંગળ ગ્રહ જેવી જમીન, નાસા પણ કરશે સંશોધન

મંગળગ્રહની સપાટી પર મળતું જેરોસાઇટ ખનીજ કચ્છમાં આશાપુરાના સ્થાનક માતાનામઢમાં મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે આ જમીન મંગળગ્રહ જેવી જ છે. જેના પગલે હવે દેશની નામાંકિત સંસ્થાના વૈજ્ઞાનિકો આ વિષય પર વધુ સંશોધન કરશે. વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાનામઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. આઈ.આઈ.ટી ખડગપુર, સ્પેશ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા, તેના સંશોધન માટે કામ લાગશે. નાસાના વિજ્ઞાનિકો તાજેતારમાં જ અહીં આવ્યા હતા.

મંગળ ગ્રહ અને માતાના મઢની ઈમેજનરી સમાન

કચ્છ યુનિવર્સીટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા ડો.મહેશ ઠક્કરે જણાવ્યું કે,જ્યા માતાનામઢ ખાતે જેરોસાઇટ ધરબાયેલું છે. નાસાના છ વૈજ્ઞાનિકો તાજેતરમાં સંશોધનને લઈને કચ્છ આવીને ગયા છે. જો કે  મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજને નાસાએ માતાનામઢ ખાતે તેઓએ કરેલું ઈમેજનરીનું પરિણામ સમાન આવ્યું હતું. હવે અનેક સંશોધકો કચ્છના આંટા મારી રહ્યા છે.

આ સંશોધન મંગળ ગ્રહ પર લેન્ડિંગ સાઈટ નક્કી કરવામાં કામ લાગશે

આઈ.આઈ.ટી ખડગપુરના ભૂસ્તર શાસ્ત્ર વિભાગના વડા પ્રો.સાઇબલ ગુપ્તાએ અંગ્રેજી માધ્યમને કહ્યું હતું કે, આ અભ્યાસથી ભવિષ્યના નાસા અને ઇસરોના મિશન દરમ્યાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેના પર માતાનામઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે.

અમેરિકાના વિજ્ઞાનીઓએ સ્વીકાર્યું, માતાનામઢ મંગળ ગ્રહની સિકલ જેવું 

હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો