દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી ભારતીય મૂળની મહિલાનું ભરયુવાનીમાં નિધન, 50 હજાર કરતા વધારે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે

ભારતીય મૂળના અમેરિકન બિઝનેસ વુમેન લૈલા જાનાહનું 37 વર્ષની ઉંમરે નિધન થયું હતું. લૈલા દુનિયામાંથી ગરીબીને દુર કરવા માંગતી હતી. તેમની કંપની ગરીબોને રોજગાર અપાવવાનું કામ કરતી હતી. તેમણે 2008માં સમસોર્સ નામની કંપની સ્થાપી હતી. આ કંપની યુગાન્ડા, કેન્યા અને ભારતમાં અત્યાર સુધીમાં 2900 લોકોને રોજગાર આપી ચુકી છે.

કેન્સર સામે ઝઝૂમી રહેલી લેલાએ 24 જાન્યઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ કંપની સમસોર્સ શનિવારે આ વાતની પુષ્ટી કરી હતી.

લૈલાનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમના માતા-પિતા ભારતીય હતા, જેમણે લોસ એન્જિલ્સમં તેમનું પાલન-પોષણ કર્યું. લૈલાએ ગરીબોનું જીવન સારું બનાવવા માટે ઘણા સામાજિક કાર્યો પણ કર્યા હતા. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેમણે અત્યાર સુધી 50 હજાર કરતા વધારે લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા હતા.


આ વ્યક્તિ બન્યા અંતરિમ CEO

લૈલા તેના પતિ અને દીકરા સાથે રહેતા હતા. તેમના નિધન બાદ વેન્ડી ગોન્જલેજને કંપનીના વચગાળાના CEO બનાવાયા છે. ગોન્જલેજ ચીફ ઓપરેટિંગ ઓફિસરના પદ પર કાર્યરત છે. તેઓ છેલ્લા પાંચ વર્ષથી લૈલા સાથે મળીને કંપનીમાં કામ કરી રહ્યા છે. કંપનીએ નિવેદનમાં કહ્યું કે, લૈલાની સકારાત્મક ચહેરો યાદ રહેશે. તેમની કાર્યશૈલી અને યોગ્યતા અદભૂત હતી.

સેમસોર્સ એક બીન-લાભકારી સંગઠન છે, જેનો હેતુ લોકોને ડિજીટલ પ્લેટફોર્મ સાથે જોઈને વૈશ્વિક સ્તરે ગરીબી દૂર કરવાનો છે. કંપની એ લોકોની મદદ કરવા માંગે છે જે સમ્માનજનક કામ અને નોકરી માટે ટ્રેનિંગ લેવા માંગતા હોય.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો