11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈ ભાગેલી શિક્ષિકા ઝડપાઈ, લોકડાઉનમાં સ્કૂલ બંધ હોવાના કારણે રોજ ચાર કલાક ઘરે જ ટ્યૂશન આપતી હતી

અનેક વખત વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના અફેર (students love affair) ચર્ચાતા હોય છે. પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્કૂલની શિક્ષિકા (lady teacher) પોતાના કારનામાના કારણે ચર્ચામાં આવી છે. આ ત્યારે બન્યું જ્યારે એક મહિલા શિક્ષિકા પોતાના 11માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ હતી. આ મામલો હરિયાણાના (haryana) પાનીપતનો (panipat) છે. અહીં એક શિક્ષિકા ઘરમાં એકલી રહેતી હતી. તેના ઘરે એક કિશોર ટ્યૂશન માટે આવતો હતો. આ દરમિયાન મહિલાનું દિલ પોતાના શિષ્ય ઉપર આવ્યું હતું. પછી એવું થયું કે કોઈને વિશ્વાસ ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

મહિલા પોતાના સગીર વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી. વિદ્યાર્થી ગુમ થવાને લઈને માતા-પિતા મહિલા ટીચર ઉપર અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ટીમ સક્રિય થઈ હતી. અને પોલીસે બંનેની તપાસ શરુ કરી હતી. ત્યારબાદ પોલીસે મહિલા ટીચરને પકડી પાડી હતી.

પાનીપત પોલીસે સાઈબર સેલની મદદથી મહિલા ટીચરને સગીર સાથે પકડી લીધી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મહિલા ટીચરની કાઉન્સિંલિંગ કરવામાં આવી રહી છે. મહિલાને પૂછવામાં આવ્યું કે સગીરના અપહરણ પાછળનું કારણ શું છે તો?

માનવામાં આવી રહ્યું છે કે મહિલા વિદ્યાર્થીની ક્લાસ ટીચર હતી. એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પરિવારે પોતાના પુત્ર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમનો પુત્ર હંમેશાની જેલ 29 મેના બપોરે 2 વાગ્યે શિક્ષિકાના ઘરે ગઈ હતી. પરંતુ તે પછી ઘરે આવ્યો જ નહીં.

પાનીપતની દેશરાજ કોલોનીમાં એક ખાનગી સ્કૂલમાં ભણાવતી આ મહિલા ટીચરના છૂટાછેડા થયા હતા. તે પોતાના પિયરમાં રહેતી હતી. સગીર વિદ્યાર્થી બે વર્ષથી મહિલા ટીચરના ઘરે ટ્યૂશન માટે જતો હતો.

લોકડાઉનમાં સ્કૂલ બંધ હોવાના કારણે દરરોજ ચાર કલાક ટ્યૂશલ લેવા માટે ટીચરના ઘરે જતો હતો. રસપ્રદ વાત તો એ છે કે બંને ઘરમાંથી કોઈ કિંમતી સામાન લીધા વગર ગયા હતા. કિંમતી સામાનમાં ટીચરના હાથમાં માત્ર એક સોનાની અંગૂઠી જ હતી. પોલીસે બંનેને પકડીને વધુ પૂછપરછ હાથધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો