ગુજરાત બનશે દેશનું એવું પહેલું રાજ્ય કે જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે, કંડક્ટર પણ મહિલા હશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ-સુરત-અમદાવાદની વોલ્વો બસ હવે મહિલા ડ્રાઇવરો ચલાવનારી છે. એટલું જ નહીં, આ વોલ્વો બસમાં કંડક્ટર તરીકે પણ મહિલા જ હશે. તેવું જીએસઆરટીની વોલ્વો બસના કોન્ટ્રાક્ટર તેજસ પોપટએ જણાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશમાં ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે, જ્યાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલવતી હશે. આજે ફ્લાઇટની પાયલોટ, ટ્રેનની લોકો પાયલોટ, આઇએએસ અને આઇપીએસ સહિતના પદ પર મહિલાઓ ફરજ બજાવી રહી છે.

જેથી અમે પણ મહિલાઓને આગળ લાવવા માટેની પહેલ કરી છે. અમે 5 મહિલાઓની ડ્રાઇવર માટે ભરતી કરી હતી. જે હાલ ટ્રેનિંગમાં છે. તે પછી અગામી દિવસોમાં નવી ભરતી બહાર પાડનારા છે. પહેલા ફેઝમાં અમે મહિલા ડ્રાઇવરોને નાના રૂટોની વોલ્વો બસ ચલવવા માટે આપીશું. જેના પછી લોંગ રૂટની વોલ્વો બસ ચલવવા માટે આપનાર છે. અમે પેસેન્જરોને નવી નવી સુવિધા પણ અગામી દિવસોમાં આપનારા છે.

મહિલા વ્યસન મુક્ત હોવાથી બસ ડ્રાઇવર બનાવવાનો નિર્ણય

મહિલા વ્યસન મુક્ત હોય છે. જેને કારણે તેઓ સેફલી ડ્રાઇવિંગ કરી શકશે. તે સાથે મહિલા સાથે કંડક્ટર પણ મહિલા જ રખાય છે. જેથી બસમાં કોઈ પણ વાત વિવાદને સ્થાન નહીં મળશે. મહિલાઓને સ્વરક્ષાની પણ તાલીમ આપવાનું અમારું આયોજન છે. > તેજસ પોપટ, કોન્ટ્રાક્ટર, વોલ્વો બસ

બેંગ્લોર વોલ્વો સેન્ટરમાં ટ્રેનિંગ ચાલે છે

બેંગ્લોર વોલ્વો સેન્ટરમાં પાંચ મહિલા ડ્રાઇવર ટ્રેનિંગ લઈ રહી છે. એપ્રિલ-2020 સુધીમાં મહિલા ડ્રાઇવરોની ટ્રેનિંગ પૂર્ણ થઈ જશે. જે પછી કોન્ટ્રક્ટર તેજસ પહેલા ફેઝમાં મહિલા ડ્રાઇવરને અમદાવાદ-સુરત-અમદાવાદ જેવા નાના રૂટો પર ડ્રાઇવિંગ કરવા માટે અપાશે. જે પછી સેકેન્ડ ફેઝમાં લાંબા રૂટની વોલ્વો બસ ચલાવવા માટે આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close