એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન જ ન હતું, અમે સાક્ષાત મોત જોયું, : મહિલા પોલીસકર્મી

શાહઆલમ ખાતે ગુરુવારે સાંજે થયેલા તોફાનોમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તોફાનીઓના પથ્થરો ઝીલવામાં અમદાવાદના પોલીસકર્મી અસ્મિતાબેન ગોહિલનો પણ સમાવેશ થાય છે. અસ્મિતાબેને વાતચીત કરતા જણાવ્યું હતું કે, એટલા પથ્થરો વરસી રહ્યા હતા કે શું થઈ રહ્યું છે તેનું ભાન પણ રહ્યું ન હતું. ટોળામાંથી મહિલાઓ અને બાળકો પણ અમારા પર પથ્થરો વરસાવી રહ્યા હતા.

અસ્મિતાબેને જણાવ્યું કે, “અમે શાલીમાર ટોલિઝના ગેટ બહાર હતા. અમે રેલીની આસપાસ લોકોને કાબૂમાં કરી રહ્યા હતા. એ લોકો સમજાવવા છતાં કંઈ સમજી રહ્યા ન હતા. અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અચાનક ઉપર પથ્થરો પડતા અમે ક્યાં છીએ, શું થઈ રહ્યું છે તેનું કંઈ ભાન રહ્યું ન હતું. માંડ માંડ જીવ બચ્યો હતો.”

‘ઘરે પહોંચીશું કે નહીં, તેની ચિંતા હતી’

“એક સમય માટે એવા પણ વિચારો આવ્યા કે મારી દીકરી ઘરે એકલી છે, હું તેને જોઈ શકીશ કે નહીં? અમે પરિવારને મળી શકીશું કે નહીં? અમે અહીંથી નીકળી શકીશું કે નહીં? અમે ત્યાંથી નીકળવાનો બહુ પ્રયાસ કર્યો હતો, પરંતુ પથ્થરમારો ખૂબ વધારે થઈ રહ્યો હતો. પથ્થરો ક્યાંથી આવી રહ્યા હતા તે પણ ખબર પડી રહી ન હતી. એક બાજુથી બચીએ તો બીજી તરફથી પથ્થરો આવતા હતા. દૂર દૂર સુધી અંદર આવીને અમને બહાર કાઢી શકે તેવું કોઈ દેખાતું ન હતું. ”

અમે રેકડી પાછળ છૂપાયા હતા

“વાયરલ વીડિયોમાં અમારા સાથીઓને જે જગ્યાએ પથ્થરો ઝીલી રહ્યા હતા ત્યાં બાજુમાં જ અમે રેકડી પાછળ છૂપાયા હતા. અમારી આગળ અને પાછળ પથ્થરો વરસી રહ્યા હતા.અમે સવારના આઠ વાગ્યાના ત્યાં તહેનાત હતા. આટલું બધું થઈ એવે વિચાર્યું પણ ન હતું. બંદોબસ્ત વખતે મહિલા કોન્સ્ટેબલો બહુ ઓછી હતી. જ્યારે બીજી તરફ ટોળામાં અનેક મહિલાઓ હતી. 10-12 વર્ષના બાળકો પણ પથ્થરો મારી રહ્યા હતા. અમે ત્યાંથી નીકળીને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ભાન થયું હતું.”

શાહઆલમ ખાતે થયેલા પથ્થરમારામાં અસ્મિતાબેનને માથા, પીઠ અને પગમાં ઈજા પહોંચી છે. અસ્મિતાબેનને કહેવા પ્રમાણે તેમને ખૂબ મૂંઢ માર લાગ્યો છે. એટલું જ નહીં, તેમના સાથીઓને પણ ખૂબ માર મારવામાં આવ્યો હતો. કોઈના હોઠ તૂટી ગયા હતા તો કોઈની આંગળી તૂટી ગઈ હતી, કોઈને માથામાં ટાંકા આવ્યા છે.

શાહ આલમ ખાતે પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ પથ્થરમારા બાદ ઓથ શોધવા માટે ભાગતા જોવા મળ્યા હતા. જ્યારે તેના અન્ય સાથે દુકાન બહાર ઊંઘા ફરીને ઉભા રહી ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો