સી.આર.પાટીલના પુત્રની બર્થ ડે પાર્ટીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યાં, સરકારની ગાઈડલાઈન માત્રને માત્ર સામાન્ય પ્રજા પૂરતી સીમિત છે: લોકોમાં ચર્ચા

સુરત શહેરમાં જાહેર સ્થળો ઉપર લોકો એકત્રિત ના થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ પણ લગાડવામાં આવી છે. સાથે સાથે કોર્પોરેશન દ્વારા એવા કોઈ કાર્યક્રમનું આયોજન કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે કે, જેમાં વધુ વ્યક્તિઓ એકત્રિત થાય પરંતુ નેતાઓ અને તેમના પરિવારના સભ્યો મનફાવે તે રીતે કાર્યક્રમો કરી રહ્યા છે ગઈકાલે(3 એપ્રિલ) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલના જન્મ દિવસની ઉજવણીના વીડિયો વાયરલ થયા છે.

આ અંગે જીગ્નેશ પાટીલે જણાવ્યું કે, અમારા દરેક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે અને બધા જ લોકો માસ્ક પહેરતા હોય છે. મેં ફક્ત મારી સ્પીચ દરમિયાન જ માસ્ક નીચે ઉતાર્યું હતું.

​​​​​​​જો કે તેમણે ગાઈડલાઈનનો ઉલાળ્યો કર્યો હોવાની વાત સદંતર રીતે સ્વીકારવાનો ઈનકાર કરી કહ્યું કે, મારા જન્મદિવસની ઉજવણી દરમિયાન સરકારની ગાઇડલાઇનનું જરા પણ ઉલ્લંઘન થયું નથી. અમે દરેક કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ કરી રહ્યા છીએ. મારા જન્મ દિવસના દિવસે અલગ-અલગ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. અમે ગરીબોને જમવા માટેની પણ વ્યવસ્થા કરી હતી. નાગશેન નગરમાં જે લોકો આયોજન કર્યો હતો તેમને અમે પહેલાથી જ સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને જ સેલિબ્રેશન થશે.

જીગ્નેશ પાટીલના જન્મદિવસની ઉજવણી

પાંડેસરા વિસ્તારમાં આવેલા નાગશેન નગરમાં સી.આર.પાટીલ ના પુત્ર જીગ્નેશ પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરકારની કોરોના ગાઇડલાઇનનો સદંતર ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. લોકો મોટી સંખ્યામાં એકત્રીત થઈ સી.આર.પાટીલને ખુશ કરવા માટે જીગ્નેશ પાટીલના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉજવણી પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવી દેવામાં આવ્યા હતા. કોઈપણ વહીવટી તંત્રના ડર વગર જીગ્નેશ પાટીલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

જીગ્નેશ પાટીલ તેમજ તેમના આસપાસ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.મોટાભાગના યુવકોના ચહેરા ઉપર માસ્ક પણ જોવા મળ્યો ન હતો તેમજ કાર્યક્રમ સ્થળ ઉપર સેનેટાઈઝરની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જે વાડિયો વાયરલ થયા છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નથી. તેવું સ્પષ્ટ દેખાય છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષના પુત્રએ કોઈપણ પ્રકારની ગંભીરતા ન રાખીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. આજે સમગ્ર શહેરમાં કોરોનાનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે, લોકોના મોતના આંકડા દિવસેને દિવસે વધી રહ્યા છે. નેતાઓએ અને તેમના પરિવારજનોએ ને ભલે વહીવટી તંત્ર કોઇ એક્શન લેશે એવો ડર ન હોય કારણ કે અત્યાર સુધી કોઈ પણ નેતા સામે વહીવટી તંત્ર દ્વારા ગંભીર પગલા લેવામાં આવ્યા નથી કે તેમની પાસેથી દંડ પણ વસુલમાં આવ્યા નથી. પરંતુ પોતાની ઉજવણી ને મહત્વ આપીને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે કમસેકમ તેનાથી દૂર રહેવાની લોકો ચર્ચા કરી રહ્યા છે.

કોરોના સંક્રમણ વચ્ચે જો લોકોએ આ પ્રકારનું આયોજન પણ કર્યું હોય તો તેમને સમજાવીને આવા કાર્યક્રમ ન કરવા માટે નેતાઓએ અને તેમના સ્વજનોને સમજાવવા જોઈએ.પરંતુ તેઓ પોતે જ હરખપદૂડા થઈને આવા કાર્યક્રમમાં જવાની કોઈ પણ તક છોડતા નથી. જેને કારણે આજે સુરત શહેરમાં ગુજરાતમાં સૌથી વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં સરકારની કોવિડ ગાઇડ લાઇનનો ઉલ્લંઘન થયેલ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. છતાં પણ આમાંથી કોઈ ની સામે પગલાં લેવાના નથી એવું સૌ કોઈ જાણે છે. સરકારની ગાઈડલાઈન માત્રને માત્ર સામાન્ય પ્રજા પૂરતી સીમિત રહી ગઈ છે.

​​​​​​​જીગ્નેશ પાટીલે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમારા દરેક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવે છે અને બધા જ લોકો માસ્ક પહેરતા હોય છે. હું ફક્ત મારી સ્પીચ દરમિયાન જ માસ નીચે ઉતાર્યું હતું. તેમણે સદંતર રીતે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો કે મારા જન્મદિવસની ઉજવણી દરમિયાન સરકારની ગાઇડ લાઇનનો જરા પણ ઉલ્લંઘન થયું નથી અમે દરેક કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને જ કરી રહ્યા છે.મારા જન્મ દિવસના દિવસે અલગ-અલગ ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવા વેક્સિનેશન સેન્ટર શરૂ કરવાનો પણ સમાવેશ થાય છે. અમે ગરીબોને જમવા માટેની પણ વ્યવસ્થા કરી હતી. નાગસેન નગરમાં જે લોકો આયોજન કર્યો હતો. તેમને અમે પહેલાથી જ સ્પષ્ટ સૂચના આપી દીધી હતી કે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને જ સેલિબ્રેશન થશે. તેમણે સ્વીકાર્ય ન હતું કે જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોરોના માટે સરકારે જાહેર કરાયેલી ગાઈડલાઈન ઉલ્લંઘન થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો