રોજ 200 કિમી સાયકલ ચલાવીને આ શ્રમિકો મુંબઈથી સાતમા દિવસે પહોંચ્યા લખનૌ…

એ સત્ય છે કે, જંગ કોઈપણ હોય, જીતે એ જ છે જેનામાં આત્મવિશ્વાસ હોય, અનુકૂલનની ક્ષમતા હોય. આ ફોટાઓને જુઓ. તેમા એ બધુ જ તમને દેખાશે. સેંકડો માઈલનું અંતર હતું તો શું થઈ ગયું? તેમની પાસે ખાવા માટે કશું જ નહોતું, તો શું થઈ ગયું? પરંતુ તેમની પાસે વિશ્વાસ હતો. કોઈકે આ અંતર પગપાળા જ કાપી લીધું, તો કોઈ સાયકલ પર નીકળી પડ્યું. આ ફોટા છે મુંબઈથી ઝારખંડ જઈ રહેલા 20 મજૂરોના. સૌની પાસે નવી સાયકલો છે અને બધા જ એક સફરના સાથી છે. લોકડાઉનમાં કામ-ધંધો રહ્યો નથી, અને ખાવાના પણ ફાંફાં પડવા માંડ્યા. એવામાં ઘરે જવાનો નિર્ણય કરી લીધો. પેટ કાપીને જે પૈસા બચાવ્યા હતા તેમાંથી સાયકલ ખરીદી લીધી. કેટલાક લોકોએ ઉધાર પૈસા પણ લીધા અને 6 મેના રોજ ઝારખંડ માટે નીકળી પડ્યા. આશરે 1400 કિમીનો પ્રવાસ પૂરો કરી બુધવારે આ ટોળી લખનૌ પહોંચી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટોળીમાં રહેલા શ્રમિકોએ જણાવ્યું કે, તેઓ દરરોજ આશરે 200 કિલોમીટર સાયકલ ચલાવી રહ્યા છે. રસ્તામાં ખાવા-પીવાનું મળતું રહેશે અને પ્રવાસ ચાલતો રહેશે તો આ સાયકલ તેમને ઘરે પણ પહોંચાડી જ દેશે. ચૂલો સળગાવવા માટે કંઈ ના મળ્યું અને ચૂલા ઠંડા પડી ગયા છે. તો સામાન ભરીને પોટલા તૈયાર છે, પાણીની બોટલ ખાલી કરી… બસ દરવાજા પર તાળુ મારવાનું જ બાકી છે… બુધવારે આ નજારો હતો ગોમતીનગરના મોટા ભરવારા વિસ્તારમાં મજૂરોની વસ્તીનો.

બે જૂનની રોટલીના ફાંફા પડ્યા અને ચૂલા ઠંડા પડ્યા તો સૌ કોઈ પોતાના ગામ જવાની તૈયારીમાં લાગી ગયા. કઈ રીતે જઈશું? આ સવાલ પૂછવા પર એક જ જવાબ મળે છે કે, સાધન મળી જશે તો સારી વાત છે, નહીં તો પગપાળા જ નીકળી જઈશું. માઈલોનું અંતર, પગમાં છાલા, દુર્ઘટના અને હવામાન સાથે લડતા મજૂરોનો રેલો પૂરો થવાનું નામ જ નથી લઈ રહ્યો, કોઈકના પગમાં ચંપલ છે, તો કોઈ ચંપલ વિના જ ઉઘાડા પગે ચાલી રહ્યું છે, સ્કૂલના બાળકો સતત આવા સમાચાર પેપરોમાં વાંચી રહ્યા હતા, આથી ગોમતીનગર અલમાઈટી સ્કૂલના બાળકોએ પોતાના અને પરિવારના જૂતા-ચંપલ મજૂરોને આપવાનો નિર્ણય લીધો. પોતાના આ સારા કાર્યમાં લોકોને ભાગીદાર બનાવીને આ બાળકોએ એક ટેમ્પો ભરીને ચંપ્પલ ભેગા કર્યા અને શહીદ પથ પરથી પસાર થઈ રહેલા મજૂરોને ચંપલ વહેંચ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો