પોલીસ જવાને દેખાડી ઈમાનદારી: રેલવે સ્ટેશન પર 1 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો મજૂર, કોન્સ્ટેબલે મજૂરને પરત કરી

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે પોતાની પ્રામાણિકતા અને સમજણ બતાવતાં 53 વર્ષીય મજૂરની મહેનતની કમાણી બરબાદ થવાથી બચાવી હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં શકુર બસ્તીમાં રહેતા વિજય કુમારે 30 જૂને તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. ત્યાર બાદ તેણે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જામાં તેના વતન જવા માટે શિવાજી બ્રિજ રેલ્વે સ્ટેશન પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પરંતુ કમનસીબે બરેલી-નવી દિલ્હી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં બે બેગ રાશન રાખતી વખતે તે સ્ટેશન પ્લેટફોર્મ પરની બેંચ પર એક લાખ રૂપિયાવાળી બેગ ભૂલી ગયો. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર તૈનાત પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર શિવાજી બ્રિજ સ્ટેશન પર ફરજ પર હતા અને ટ્રેન રવાના થયા બાદ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જ્યારે તેમણે આ બિનવારસી બેગ જોઈ. તેમણે કેટલાક મુસાફરોને બેગ વિશે પૂછ્યું પરંતુ તેનો માલિક મળી શક્યો નહીં.

દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ નરેન્દ્રએ કહ્યું, ‘મેં બેગ મારી પાસે રાખવાનો નિર્ણય કર્યો. બેગની તલાશી લેતા મને જાણવા મળ્યું કે તેમાં રોકડના બે બંડલ છે, લગભગ એક લાખ રૂપિયા હતા. આ સિવાય તેમાં કેટલીક રોટલી, પાણીની બોટલ, ચેક બુક, બેંક પાસબુક, એક આધારકાર્ડ અને રેશનકાર્ડ પણ હતા. મેં આની જાણ તરત જ મારા ઉપરી અધિકારીઓને કરી. અમે વિજય કુમાર સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો પરંતુ થઈ શક્યો નહીં, તેથી અમે રાહ જોવાનું નક્કી કર્યું.

થોડા કલાકો પછી વિજય 6.30 વાગ્યે શિવાજી બ્રિજ રેલ્વે સ્ટેશન પરત આવ્યા અને તેમની બેગ વિશે પૂછપરછ કરી. પોલીસે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી બેગ અને એક લાખ રૂપિયા વિજયને પાછા કર્યા હતા. વિજયે કહ્યું, “હું એક ગરીબ માણસ છું અને મારા માટે એક લાખ રૂપિયા મોટી રકમ છે. મેં મારી બધી આશાઓ ગુમાવી દીધી હતી, પરંતુ નરેન્દ્રબાબુ મારા માટે મસીહા તરીકે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો